રામોલમાં પંકજ બી. પટેલ દ્વારા રૂ.૮,૯૪,૧૦૨ પ્રોપર્ટી ટેક્ષ ન ભરતા મિલકતોમાં કલેકટરનાં રેવન્યુ રેકર્ડમાં બોજાની નોંધણી કરાઈ

Spread the love

પૂર્વઝોન ટેક્ષ વિભાગ બાકી કરદાતાઓ સામે આકરા પાણીએ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વઝોનમાં ૦૪૩૭-રામોલ-૨ વોર્ડમાં આવેલ પંકજ બી પટેલ,શકરીબા, જી.આઈ.ડી.સી. ફેઝ-૪, વટવા પાસે, રામોલ, અમદાવાદ ખાતે મિલકત આવેલ છે. જેનો મિલકતનો ટેનામેન્ટ નંબર.૦૪૩૭૩૧૦૦૧૬૦૦૦૧-આઈ છે. આ મિલકતનો (તા.૧૮-૫-૨૦૨૩ ની સ્થિતિએ ) પ્રોપટી ટેક્ષની બાકી રકમ રૂ.૮,૯૪,૧૦૨ થાય છે. પરંતુ મિલકતધારક ને વારંવાર નોટીસ આપવા તથા સીલ મારવા છતાં હજુ સુધી ટેક્ષ ભરપાઇ કરવામાં આવ્યો નહિ તેથી ઝોનલ ડે. મ્યુનિસિપલ કમિશનરશ્રી(પૂર્વઝોન) દ્વારા બોજો નોધાવવાનો હુકમ કરવામાં આવ્યો, તેને આધારે મિલકત પર રેવન્યુ રેકર્ડમાં બોજો (કાચી નોધ) દાખલ કરવામાં આવેલ છે. જો મિલકતનો ટેક્ષ ભરવામાં આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા NOC ઈશ્યુ કરવામાં આવશે અને નહી ભરવામાં આવે તો રેવન્યુ રેકર્ડમાં પાકી નોંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.અગાઉ પણ પુર્વ ઝોનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા ચાણક્ય બિલ્ડર્સ પ્રા.લિ ની હોટેલ તક્ષશિલા હાઉસ પર કલેકટરના રેવન્યુ રેકર્ડમાં બોજા નોંધણી કરવામાં આવેલ હતી.આ ઉપરાંત

પૂર્વઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા ડે.મ્યુનિસિપલ કમિશ્નર (પૂર્વઝોન)ની રાહબરી હેઠળ તા.૦૮-૦૬-૨૦૨૩ના રોજ ૧૩૪ એકમો સામે સીલીંગની કડક કાર્યવાહિ કરાઈ હતી. જે પૈકી ગાયત્રી ઇન્ડ.એસ્ટેટ, ઓઢવ , વિશાલ એસ્ટેટ,ખોખરા , પાર્થ એસ્ટેટ, કઠવાડા , શિવસાગર શોપીંગ સેન્ટર, વસ્ત્રાલ , પરીષ્કાર ઇન્ડ એસ્ટેટ, રામોલ સહિતનાં ૧૩૪ એકમોની સીલની કડક કાર્યવાહિ કરવામાં આવી હતી. ભવિષ્યમાં પ્રોપર્ટી ટેક્ષની રકમ ન ભરતા કરદાતાઓ સામે સિલીંગ ઉપરાંત સરકારના ચોપડે બોજા નોંધ, જપ્તી તથા હરાજી સુધીના સઘન પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com