કરોડોનું ફૂલેકું ફેરવનાર બંટી-બબલી ઝબ્બે, નવી ગિલ્લી નવો દાવ તેમ કંપનીઓ બનાવી ઉંચા વળતરની લાલચમાં અનેકને છેતર્યા,
ઉત્તરપ્રદેશના મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધનાએ ગુજરાતમાં અલગ અલગ કંપનીઓ ખોલી ઊંચા વળતરની લાલચ આપી ૫ હજારથી વધુ લોકો પાસેથી ૫૦ કરોડથી વધુ રૂપિયા પડાવી છેતરપિંડી આચરી હતી. આ દંપતી ૨૦૧૮થી આ ગુના હેઠળ ફરાર હતું. ત્યારે ઝ્રૈંડ્ઢ ક્રાઇમે બન્નેને ઉત્તરપ્રદેશના લખનઉથી ઝડપી પાડ્યા છે.મનોજકુમાર અને તેની પત્ની બંધનાએ સાથે મળીને ગુજરાતમાં વિશ્વામિત્ર સોશિયલ એન્ડ એન્યુકેશનલ ટ્રસ્ટ , વિશ્વામિત્ર પ્રોડ્યુસર કંપની. વિશ્વામિત્ર ઇન્ટરનેશનલ ઇન્ફ્રા લિમિટેડ નામની અલગ અલગ કંપનીઓ બનાવી ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોના નાણા પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી. બન્ને ગુજરાતમાં અંદાજે ૫ હજારથી વધુ લોકો સાથે ૫૦ કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરી હતી. બાદમાં ૨૦૧૮થી બન્ને નાસતા ફરતા હતા.ઝ્રૈંડ્ઢ ક્રાઈમ, ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન હેઠળ બન્ને વિરૂદ્ધ ૈંઁઝ્ર કલમ ૪૦૫, ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી) તથા ય્ઁૈંડ્ઢ એક્ટ ૨૦૦૩ની કલમ ૩ તથા ધી પ્રાઇઝ એન્ડ ચીટ મની સરક્યુલેશન (બેનિંગ) એક્ટ ૧૯૭૮ની કલમ ૩, ૪, ૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે આ બન્ને ઝડપવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી.આ દંપતીને ઝડપવા માટે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમો પણ કોશિશ કરી રહી હતી. ત્યારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ બન્ને ઉત્તરપ્રદેશના લખનઉમાં હોવાની બાતમી મળી હતી. આથી પોલીસ ઉત્તરપ્રદેશના લખનઉથી બાતમીના આધારે બન્ને ઝડપી લીધા હતા.આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બન્નેની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. બન્નેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ દંપતીએ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની છેતરપિંડી આચરી છે. બન્ને વિરૂદ્ધ ઉત્તરપ્રદેશમાં ૩, બિહારમાં ૮, રાજસ્થાનમાં ૩, હરિયાણામાં ૧ તથા ગુજરાતમાં ૪ મળી કુલ ૧૯ જેટલા ગુનાઓ દાખલ થયા છે. તેમજ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીઓની મિલકતની વિગતો મેળવીને તેને ટાંચમાં લેવાની તજવીજ પણ હાથ ધર્યું છે.