ફાયર કરેલ પીસ્ટલ તથા ફાયર થયેલ કેસીસ નંગ 3 તથા હથીયારનુ લાઈસન્સ તથા ગુનામાં વાપરેલ ફોર વ્હિલર ગાડી મળી કુલ રૂપીયા ૧૬,૫૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો
અમદાવાદ
પો.ક. અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫ તથા મદદનીશ પો.ક. “આઈ ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર સી.આર.રાણાના માર્ગદર્શન હેઠળ તા:૧૦/૦૬/૨૦૨૩ ના રોજ પો.સ.ઈ એચ.એ.રાયજાદા તથા અ.હે.કો રમેશભાઈ મગનભાઈ તથા સ્ટાફના માણસો સાથે આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અહે.કો રમેશભાઈ મગનભાઈને મળેલ ખાનગી બાતમી આધારે રામોલ વસ્ત્રાલ તનમન ભાજીપાવ ઓ.એન.જી.સી ના કુવા ના ગેટ સામે પંચો સાથે તપાસ કરતા સદરી જગ્યાએ રોડ ઉપરથી ફાયર થયેલ અલગ અલગ ત્રણ કેસીસ મળી આવેલ જે બાબતે ખાનગી રાહે તપાસ કરતા મહીન્દ્રા થાર ફોર વ્હિલર ગાડી નં.જીજે.૨૭.ઈએ.૮૩૨૬ નો ચાલક હવામાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી જતો રહેલ હોય જે બાબતે ફોર વ્હિલર ગાડીના નંબર આધારે આરોપી સુરેશ રામચન્દ્ર પાંડે ઉવ:૪૩ રહે:૮ રાધેશ્યામ સોસાયટી રબારી કોલોની અર્બુદાનગર બસ સ્ટેન્ડ ઓઢવ અમદાવાદ હાલ રહે:મકાન નં.કે/૩૦૩ સિલ્વર હેબીટેડ રોયલ રેસ્ટોરન્ટના ખાચામાં ઓઢવ અમદાવાદને લાવી આરોપીની પુછપરછ કરતા પોતે ઈન્ડીયન આર્મી માંથી માર્ચ ૨૦૨૩ માં હવલદાર તરીકે નિવૃત થયેલ છે.અને તેઓ ડીસ્ટ્રીક ડોડા જમ્મુ એન્ડ કશ્મીર ખાતેથી સેલ્ફ ડીપેન્ડેડ એન્ડ સર્વીસ પર્પઝથી હથીયાર લાઈસન્સ ધરાવે છે અને તેઓએ આ લાઈસન્સ આધારે એક પીસ્ટલ લીધેલ છે.અને આજરોજ તેઓ પોતાના પરીવાર સાથે તેઓની મહીંન્દ્રા થાર ફોર વ્હિલર નં.જીજે.૨૭.ઈએ.૮૩૨૬ ની લઈ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં રામોલ વસ્ત્રાલ તનમન ભાજીપાવ સામે નાસ્તો કરવા ગયેલ અને ત્યા તેઓની દીકરી કોઈ ટુ વ્હિલર ઉપર હાથ રાખીને ઉભેલ હોય જેથી આ ટુ વ્હિલરના ચાલક સાથે તેઓને બોલાચાલી થયેલ અને ત્યા વધારે માણસો ભેગા થયેલ હોય જેથી તેઓએ પોતાની ઉપરોક્ત ફોર વ્હિલર ગાડીમાં બેસી જાહેર રોડ ઉપર લોકોના જીવ જોખમમાં મુકી તેઓને ડરાવવાના ઈરાદે જાહેરમાં પોતાની લાઈસન્સ વાળી પીસ્ટલ માંથી જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરેલ અને ત્યાથી જતા રહેલ હોવાની કબુલાત કરતા આરોપી પાસેથી ફાયરીંગ કરેલ પીસ્ટલ કીમત રૂપીયા ૧,૫૦,૦૦૦/- તથા ફાયર થયેલ ખાલી કેસીસ નંગ:૦૩ કીમત રૂપીયા ૦૦/૦૦ તથા લાઈસન કીમત રૂપીયા ૦૦/૦૦ તથા ગુનામાં વાપરેલ મહીના થાર ગાડી નં.જીજે.૨૭.ઈએ.૮૩૨૬ કીમત રૂપીયા ૧૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૧૬,૫૦,૦૦૦/- ના મુદ્દામાલ પંચો રૂબરૂ કબજે કરી સદરી આરોપી વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૬૫૬/૨૩ ધી ઈપીકો કલમ ૩૩૬ તથા આર્મસ એક્ટ કલમ ૩૦ મુજબનો ગુનો દાખલ કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કાર્યવાહી કરનાર ટીમના માણસો
પો.સ.ઈ એચ.એ.રાયજાદા
અ.હે.કો રમેશભાઈ મગનભાઈ બ.નં.૪૮૫૦
પો.કો મહીપાલસિંહ માનસિંહ બ.નં.૧૧૨૯૩
પો.કો પ્રદીપસિંહ ભરતસિંહ બ.નં.૭૦૯૫