બિપોરજોય વાવાઝોડાને લઈ આગામી તા. ૧૨ થી ૧૫ જૂને પવન સાથે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Spread the love

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી

દરીયા કિનારાના 6 જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને  જિલ્લાઓની જવાબદારી સોંપી

વાવાઝોડાથી પહેલા સાવચેતીના પગલા તરીકે NDRFની ટીમ પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડના દરિયાકિનારા પર તૈનાત

અમદાવાદ

અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે.આવતીકાલે એટલે કે 12 જૂને અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે. તો 13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે. 14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. કચ્છમાં લેન્ડફોલ થવાની શક્યતા છે.આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારીમાં વરસાદની શક્યતા રહેલી છે, જ્યારે આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે.આ વાવાઝોડાની અસર લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બનશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કાળા ડીંબાગ વાદળો રહ્યાં હતા, જેની સાથે વરસાદ પડ્યો છે. જેમાં ઇસનપુર, મણિનગર, વટવા, નારોલ, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

સંભવિત વાવાઝોડાના ખતરાને લઇને ગુજરાત સરકાર એલર્ટ બની છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ એક્ટિવ કરાયો છે.હવામાન વિભાગની આગાહી અંતર્ગત દરિયા કિનારાના વિસ્તારોમાં મોનીટરીંગ કરાઈ રહ્યુ છે.આ સાથે જિલ્લા કલેક્ટર અને DDOને વાવાઝોડા અંગેની SOP પણ આપવામાં આવી છે.એરફોર્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.અરબ સાગરમાં ઉદભવેલું બિપોરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે.બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 540 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે.

વાવાઝોડાથી પહેલા સાવચેતીના પગલા તરીકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડના દરિયાકિનારા પર તૈનાત છે.

મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને  જિલ્લાઓની જવાબદારી સોંપી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓ માં સંભવિત બીપોરજોય વાવાઝોડાની અસર સામે જિલ્લાતંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓ ની જવાબદારી સોંપી છે.તદનુસાર , કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ,મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે શ્રી જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓ માં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

માછીમારોને ચેતવણી

‘બિપરજોય’ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.

 

દરીયા કિનારાના 6 જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ : મુખ્યમંત્રી

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરીયા કિનારાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસોએ યોજાશે.

અબડાસાના ધારાસભ્ય એ જખૌના દરિયા કિનારે પૂજા કરી

બિપોરજોય વાવાઝોડું શાંત થાય અને કોઇને નુકસાન ન થાય તે અર્થે અબડાસાના ધારાસભ્યએ જખૌના દરિયા કિનારે પૂજા કરી હતી. માં આશાપુરા સ્થાનકથી ચૂંદડી અને શ્રીફળ લાવી ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ દરિયા કિનારા પર પૂજા કરી હતી. તે ઉપરાંત જખૌ બંદર નજીકના ગામડાની મુલાકાત લઇ તમામને સતર્ક રહેવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com