આરોપી મહેમુદહુસેન ફીદાહુસેન શેખ
અમદાવાદ
અમદાવાદ શહેરમાં વૃધ્ધ મહિલાના દાગીના ઉતરાવી વિશ્વાસઘાત છેરપીંડીના બનતા ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈ આ પ્રકારના ગુન્હા શોધી કાઢવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. જી.આર.ભરવાડ તથા એ.એસ.આઈ. સમીરસિંહ તથા હે.કો. અમીત તથા હે.કો. રાકેશસિંહ એ આરોપી મહેમુદહુસેન ફીદાહુસેન શેખ ઉ.વ. ૫૯ રહે. બ્લોક નં.૧ માન. ૧૦૩, વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ, હાથીખાઇ ગાર્ડન પાસે, ગોમતીપુર અમદાવાદને તા.૧૦/૦૬/૨૦૨૩ ના કલાક ૧૪/૪૫ વાગે જમાલપુર સ્લોટર હાઉસ સામે જાહેર રોડ ઉપરથી સોનાના દાગીના કુલ વજન ૦૪.૬૩૦ ગ્રામ કિ.રૂ. ૨૩,૧૫૦/- તથા ઓટો રિક્ષા નંબર GJ-01- DT-8792 કિ.રૂ. ૬૦,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૮૩,૧૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આરોપીએ દશેક દિવસ પહેલા પોતાની ઓટો રિક્ષા નંબર GJ-01– DT- 8792 માં પટેલ મેદાન દાણીલીમડા ખાતેથી એક વૃધ્ધ મહિલાને બેસાડેલ અને તેની સાથે વાતો કરી જણાવેલ કે પોતે દર મહીને બે હજાર રૂપીયા અપાવાની મદદ કરશે તેમ કહી તેઓને વિશ્વાસમાં લઇ વૃધ્ધ મહિલાને જણાવેલ કે “તમો સોનાના દાગીના પહેરેલ હશો તો તમો પૈસાવાળા છો તેમ સમજી તમને સહાય નહી મળે જેથી તમારા દાગીના ઉતારી તમારા પાકીટમાં મૂકી દો અને પાકીટ મને આપો જેથી રિક્ષાની ડેકીમાં મૂકી દઉ” તેવો ભરોસો આપી તેઓએ પહેરેલ કાનની સોનાની કડી નંગ-૨ કઢાવી પાકીટમાં મૂકાવી પાકીટ પોતાની ઓટો રિક્ષાની ડેકીમાં મૂકી દાણીલીમડા અપ્સરા સિનેમા પાસે વૃધ્ધ મહિલાને ઉતારી રિક્ષા લઈ ભાગી ગયેલ જે પાકીટમાં સોનાના દાગીના તથા રોકડા રૂપીયા ૨૦૦૦/- હતા.
શોધાયેલ ગુના
કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં ૧૧૧૯૧૦૨૫૨૩૦૬૫૦/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબ.
આરોપીનો પૂર્વ ઈતિહાસ
(૧) કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૦૦૨૨/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯,૪૬૭
(૨) ગોમતીપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૦૦૩૫/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯ મુજબ (૩) શહેર કોટડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૦૦૦૨/૨૦૧૭ ઈપીકો કલમ ૩૭૯,૪૬૭
(૪) શહેર કોટડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન. ૦૭૮૬/૨૦૨૨ ઈપીકો કલમ ૩૯૨ મુજબ આરોપીને અગાઉ બે વાર પાસા હેઠળ અટકાયત કરી ભૂજ તથા ભરુચ ખાતે મોકલી આપવામા આવેલ હતો.