અમદાવાદ
બિપરજોય વાવાઝોડાની અસર અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની અસર શરુ થઈ છે ત્યારે જરૂરી સાવચેતીના પગલા લઈ જાનમાલનું નુકશાન ન થાય તેની તકેદારી લેવામાં સરકારી તંત્ર પણ પુરતી જાગૃતતા રાખે . ઈશ્વરને પ્રાર્થના કરીએ કે વાવાઝોડાની કુદરતી આફતમાંથી આપણું ગુજરાત સલામત રહે.