આરોપી મુકેશ ઉર્ફે મુકુ
અમદાવાદ
આગામી રથયાત્રા અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે, મદદનીશ પોલીસ કમિશ્નર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર એ.ડી.પરમારની ટીમ દ્વારા પ્રોહી. ડ્રાઇવ અનુસંધાને ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા આરોપીઓ પકડવા કાર્યરત હતા તે દરમ્યાન પો.સ.ઇ. બી.યુ.મુરીમા સ્ટાફના માણસો એ.એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. મહેન્દ્રસિંહ વેલુભા તથા હે.કો. ઈમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ તથા પો.કો. અલ્પેશભાઇ વાઘુભાઇ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન હે.કો. ઈમરાનખાન અબ્દુલખાનને મળેલ બાતમી આધારે સરદારનગર બગીચાની પાછળ સીંધી કોલોની ગલી ખાતે જાહેરમાંથી આરોપી મુકેશ ઉર્ફે મુકુ સ/ઓ આસુદોમલ રૂપચંદ મોરંદાણી ઉ.વ.૪૮ રહે-૪૩૪, સિંધી કોલોની, બાબા જેરામદાસ મંદીરની બાજુમાં, સરદારનગર અમદાવાદ શહેરને તેના કબ્જામાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૮૫ તથા બિયરની બોટલ તથા ટીન નંગ-૨૪૬ મળી જેની કુલ કિ.રૂ. ૧,૨૦,૯૫૦/- તથા ઓટો રીક્ષા નંગ-૦૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- તથા લોડીંગ રીક્ષા નંગ-૧ કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૨,૭૦,૯૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૭૪/૨૦૨૩ પ્રોહી એક્ટ
કલમ- ૬૫(એ) તથા (ઇ), ૮૧, ૧૧૬(બી), ૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી મુકેશ ઉર્ફે મુકુ સ/ઓ આસુદોમલ રૂપચંદ મોરંદાણીની પુછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો રવી રાજુભાઈ કીશનાની તથા વિશાલ ઉર્ફે વિક્કી રાજુભાઇ કીશનાની રહે- સિંધી કોલોની સરદારનગર અમદાવાદ શહેર નાએ આતરે ઓર્ચીડ ફ્લેટ તથા ગ્રીન ફ્લેટની વચ્ચે આવેલ બંધ ગલીમાં પડેલ લોડિંગ રિક્ષામાંથી ૧૨ દારૂની બોટલ છુટક વેચાણ માટે આપતાં વિશાલ ઉર્ફે વિક્કીના સાળા ટકુ સાથે ઓટો રિક્ષામાં લઈ જતા પકડાયેલ અને આતરે ઓર્ચીડ ફલેટની ગલીમાં પડેલ લોડિંગ રિક્ષા બતાવેલ જે લોડિંગ રિક્ષામાંથી પણ દારૂનો જથ્થો મળી આવતાં કબ્જે કરેલ હોવાનુ જણાવેલ. જે પકડાયેલ આરોપી તથા રવી રાજુભાઈ કીશનાની તથા વિશાલ ઉર્ફે વિક્કી રાજુભાઇ કીશનાની રહે- સિંધી કોલોની સરદારનગર અમદાવાદ શહેર તથા વિશાલ ઉર્ફે વિક્કીનો સાળો ટકુ વિરુધ્ધ ગુનો દાખલ કરી વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવાની આગળની વધુ તપાસ પો.સ.ઇ. બી.યુ.મુરીમા ચલાવી રહેલ છે.