અમદાવાદ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એક અખબારી યાદીમાં જણાવે છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “નૌ સાલ બેમિસાલ” નવ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના અંતર્ગત સમગ્ર દેશમાં ચાલતા સમ્પર્ક થી સમર્થન અભિયાનમાં આજરોજ ગાંધીનગર લોકસભાની વેજલપુર વિધાનસભામાં માનનીય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાજી એ જંગી જાહેરસભાને સંબોધી હતી. કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા છીએ જાહેર સભાના સંબોધતા જણાવ્યું હતું કે મહાનગરમાં સાંજે ૭ વાગે ખૂબ મોટી સંખ્યામાં જે જનમેદની ઉમટી છે તે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ ઉપરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. આપણા દેશમાં ફક્ત ભારતીય જનતા પાર્ટી શાસન કે સત્તા માટે નહીં પરંતુ સેવા કરવા માટે સરકાર બનાવે છે. દેશના ૧૩ કરોડ પ્રાથમિક સભ્યો અને ગુજરાતના ૧.૧૩ કરોડ જેટલા પ્રાથમિક સભ્યો જનતાના સુખ દુઃખમાં સહભાગી થાય છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના સંસ્કાર છે. જ્યારે દેશની અન્ય રાજકીય પાર્ટીઓ સત્તાની રાજનીતિ કરે છે ત્યારે માનનીય મોદી સાહેબના નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસ અને દેશને આત્મ નિર્ભર બનાવવા માટે કામ કરી રહી છે. ૨૦૧૪ પહેલા કોંગ્રેસની સરકારે દેશની જનતાને ખોટા વચનો આપી રેવડી વહેંચી હતી, લોકસભામાં ૨૦૦૦ થી વધુ ખાતરીઓ પેન્ડિંગ હતી જેને પૂર્ણ કરવાનું કામ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. મનસુખભાઈ માંડવીયાજી એ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા જ્ઞાતિ ,જાતિ, ધર્મ અને સમુદાય ઉપર રાજનીતિ કરી છે જ્યારે મોદી સરકારે ગરીબ ,શોષિત ,વંચિત ,કિસાન અને મહિલાઓના વિકાસ માટે કામ કર્યું છે. મને આપ સૌને જણાવતા ખુશી થાય છે કે ૧૮ કરોડથી વધુ જનધન ખાતામાં લાભાર્થીઓને સીધી જ ધનરાશી મોદીજી ના એક ક્લીક પર મળી રહી છે. ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને ૨૦૦૦ રૂપિયા સીધા જમા થઈ રહ્યા છે. જ્યારે ચાઇના એ પોતાની અવળચંડાઈ બતાવી હતી અને ૫૩ પ્રકારના દવાઓના રો મટીરીયલ ભારતને આપવાની મનાઈ ફરમાવી હતી ત્યારે માનનીય મોદીજીએ દેશના ફાર્માસ્યુટિકલ કંપનીઓની ક્ષમતા ઉપર ભરોસો મૂકીને તે તમામ પ્રકારના રો મટીરીયલ આપણા દેશમાં બને તે માટે આવતી તમામ અડચણો દૂર કરી હતી. પહેલાના વર્ષોમાં કોઈપણ મહામારી આવે ત્યારે બીજા દેશોમાં તેની વેક્સિન શોધાય અને આપણા દેશમાં તેને આવતા 8 થી 10 વર્ષ લાગતા હતા. પરંતુ કોરોનાની મહામારીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે દેશના વૈજ્ઞાનિકોને પૂરતી સગવડ અને આર્થિક પીઠબળ આપતા એક વર્ષથી પણ ઓછા સમયમાં આપણા દેશે સ્વદેશી વેક્સિનની શોધ કરી . આજે 220 કરોડથી પણ વધુ વેક્સિનના મફત ડોઝ દેશના નાગરિકોને અપાવી દેશને કોરોના જેવી મહામારીમાંથી બહાર લાવવાનું કામ માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું. મનસુખભાઈ માંડવીયાજી એ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારે યુદ્ધ છેડાયું ત્યારે ભારત દેશના 22,000 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેન દેશમાં ફસાયા હતા શ્રી મોદી સાહેબે બંને દેશના વડાપ્રધાનશ્રી જોડે વાત કરીને યુદ્ધને થોડો સમય રોકાવી આપણા દેશના વિદ્યાર્થીઓને સહી સલામત પોતાના વતન પરત લાવવાનું કામ કરી વિદેશ નીતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે મને એ કહેતા ગર્વ થાય છે કે 2014 પહેલા દેશમાં 350 જેટલી મેડિકલ કોલેજ હતી અને ફક્ત નવ વર્ષના મોદી સાહેબના શાસનમાં દેશમાં 709 જેટલી મેડિકલ કોલેજો થઈ છે. માનનીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબનું સ્વપ્ન હતું કે દેશનો કોઇ પણ ગરીબ પૈસા ના અભાવે દવા ખરીદી ન શકે તેવું ન બનવું જોઈએ અને તે માટે આજે દેશમાં 10,000 જેટલા જન ઔષધી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યાં રોજના 10 થી 15 લાખ લોકો દવા લેવા આવે છે. દુનિયાના વૈજ્ઞાનિકો આજે નવા વિકસતા ભારતને જોવા આવી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે આજથી 25 વર્ષ બાદ દેશના બાળકો શ્રી મોદીજીના સુવર્ણ કાળ વિષે શાળામાં અભ્યાસ કરશે ત્યારે આ ઇતિહાસના સાક્ષી બનવાનું આપણને સૌને ગૌરવ થશે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી રજનીકાંતભાઈ પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે માનનીય મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારને નવ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ નવ વર્ષના શાસનનો હિસાબ લઈને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાજી આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તેમનું સ્વાગત કરું છું. 2014 પહેલા દેશમાં મિલી જુલી સરકારો બની હતી અને કોઈપણ સરકારે આઝાદ ભારતના નાગરિકોના સ્વપ્નોને પૂર્ણ કર્યા ન હતા, આ સ્વપ્નોને પૂર્ણ કરવાનું કામ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. અને તેના પરિણામે 2019 માં આ દેશની જનતાએ ૫ કરોડ વધુ મતો આપીને માનનીય મોદી સાહેબને ફરી એકવાર આ દેશની કમાન સોંપી હતી. ભૂતકાળની સરકારે ગરીબો અને ગરીબાઈ ઉપર રાજનીતિ કરી હતી જ્યારે મોદી સાહેબે ગરીબ કલ્યાણના કામો કર્યા છે. આઝાદીની લડાઈમાં દેશ માટે મરી છૂટવાનો સમય હતો જ્યારે આજે 21મી સદીના નવા ભારત માટે જીવવાનો સમય આવ્યો છે.
આજની સભામાં સ્વાગત પ્રવચન મહાનગરના અધ્યક્ષ અને એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિતભાઈ પી શાહે કર્યું હતું અને આભારવિધિ વેજલપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકરજી એ કરી હતી. આજની આ જાહેરસભામાં કર્ણાવતી મહાનગર ભાજપાના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિતભાઈ પી શાહ, રાજ્યસભાના સાંસદશ્રી નરહરિભાઈ અમિન, મહાનગરના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેનશ્રી હિતેશભાઈ બારોટ, શાસકપક્ષના નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, ગાંધીનગર લોકસભામાં આવતી તમામ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ,લોકસભામાં સમાવિષ્ટ તમામ મહાનગર તથા જીલ્લાના અધ્યક્ષશ્રીઓ અને કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, મહાનગર સંગઠનના પદાધિકારીશ્રીઓ અને તમામ વિધાનસભા માંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.