ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને રાજ્યના ગૃહ મંત્રી અધિકારીઓ સાથે બેઠકો ઉપર બેઠકો કરીને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ત્યારે જીજે 18 મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ આજરોજ સરકારી શાળાના બાળકોનો પ્રવેશો પૂર્ણ કરીને આખા ગાંધીનગરમાં ફરીને જે જોખમી ચીજ વસ્તુઓ હોય તે હટાવવા મેદાને ઉતર્યા છે ત્યારે પેથાપુર ખાતે લટકતું રેલવેનું જોખમી પતરાનું બોર્ડ પર નજર જતા ડેપ્યુટી મેયર પોતે ફાયર બી ગ્રેડ ને બોલાવીને જોખમી બોર્ડ ઉતરાવ્યું હતું ત્યારે ગુજરાતના પાટનગરમાં સાવચેતીનો સૂર પહેલા સાવચેતીની પાળી બંધાવવાની શરૂ થઈ ગઈ છે ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ અનેક જગ્યાએ ફરીને સ્થિતિનો તાગ મેળવીને જે જગ્યાએ બિન વાર્ષિક જોખમી ચીજ વસ્તુઓ પડી હોય તો હટાવી લેવાની સૂચના પણ આપવામાં આવી હતી ત્યારે તસવીરમાં ડેપ્યુટી મેયરે જોખમી પડું પડું થઈ ગયેલું બોર્ડ કોઈના પર ન પડે તે પહેલા ઉતરાવી દીધું હતું.