બિપર્જોય વાવાઝોડાની તમામ સ્થિતિને પહોંચી વળવા ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ સજ્જ, તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રખાયા

Spread the love

ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપર્જોય વાવાઝોડાની આકાશી આફતને પહોંચી વળવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ સજ્જ થઈ ચુકી છે. તમામ સ્થિતિને પહોંચી વળળા માટે ગાંધીનગરના માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, કમિશનરશ્રી જે. એન. વાઘેલા. ડે. કમિશનરશ્રી કેયૂર જેઠવા તેમજ તમામ શાખાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં રેસ્ક્યૂ કામગીરી, રાહત કામગીરી, સલામતી, સ્વચ્છતા, વરસાદ બાદ હેલ્થ અંગેની કામગીરી, જોખમી બેનરો દુર કરવાની કામગીરી, જોખમી વૃક્ષો દુર કરવાની કામગીરી વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને આ અંગે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો. શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના તમામ પાર્ક અને બગીચાઓને આવતીકાલે બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે હુકમ કરવામાં આવ્યો છે. વાવાઝોડા દરમિયાન પશુઓની સમસ્યાને પહોંચી વળવા માટે વેટનરી ઓફિસરની ટીમને તૈનાત રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
વધુમાં બિપર્જોય વાવાઝોડાને પગલે ભૂજ ખાતે જરૂર જણાયે ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમને મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જેના માટે 10 ફાયર ફાઇટરની ટીમ રેસ્ક્યૂ ઇક્વિપ્મેન્ટ સાથે તૈયાર છે. આદેશ મળતાની સાથે તાત્કાલિક ધોરણે ટીમને ભૂજ રવાના કરવામાં આવશે.

ગાંધીનગરના શહેરીજનોને વાવાઝોડાની સ્થિતિ દરમિયાન કોઈ પણ મુશ્કેલી સર્જાય તો તેઓ મહાનગરપાલિકાની 24*7 કાર્યરત હેલ્પલાઇન 18001081818 પર સંપર્ક કરી શકશે. જે માટે પણ ટીમને સજ્જ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com