કુદરતી આફત એવા બીપરજોયને કોઈ રોકી શકે તો ફક્તને ફક્ત કુદરત જ રોકી શકે છે ,ત્યારે બીપરજોય આફતરૂપી સામે માનવજાત પોતાની તૈયારી કરી લેશે ,પણ અબોલ જીવનું શું?? ત્યારે મેયર પોતે મેદાને ઉતરીને કમિશનર ,ડેપ્યુટી કમિશનર સાથે ઢોરવાડાની મુલાકાત લઈને પોતે નિરીક્ષણ કર્યું હતું ,ત્યારે તમામ ઢોરો ન જીવા દરે છોડી મૂકવાની પણ ભલામણ સાથે સૂચના આપી છે.
આ દરમિયાન મેયર હિતેશ મકવાણા દ્વારા આવનારી સંભવિત આફત માટે તમામ સ્ટાફને સતત એલર્ટ રહેવા સૂચના આપી હતી, વરસાદ, વાવાઝોડામાં ઢોરો ,અબોલ જીવને જોખમ વધારે લાગતા મેયર પોતે અંગત રસ દાખવીને મેદાને ઉતર્યા છે
Box
માનવજાત બચાવમાં ગમે તે રસ્તો કરશે ,આ અબોલ જીવ ક્યાં જશે? આપણી સૌની ફરજ છે અને તમામ નગરજનો આવનારા વાવાઝોડા સામે ઘર ઉપર કે ધાબા ઉપર ટાયરો ,પતરા જોખમી વસ્તુ ઉતારી લેવા પણ વિનંતી કરી હતી.