રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોની યૌન શોષણના મામલામાં દિલ્હી પોલીસ તરફથી ક્લીનચીટ મળી છે. દિલ્હી પોલીસે ગુરુવારે આ કેસમાં અંદાજે 1200 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાર્જશીટમાં પોલીસે કહ્યું છે કે તેને આ કેસમાં કુસ્તીબાજો તરફથી પૂરતા પુરાવા આપવામાં આવ્યા નથી. પૂરા પાડવામાં આવેલ પુરાવા ઘટનાની પુષ્ટિ કરતા નથી.
દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજના યૌન ઉત્પીડનના કેસમાં બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને ક્લીનચીટ આપી દીધી છે. દિલ્હી પોલીસે ગુરુવારે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 7 કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર બે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બીજી ચાર્જશીટ સગીરની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં પટિયાલા કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ આરોપોમાં દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણને ક્લીનચીટ આપી દીધી છે.
7 મહિલા રેસલર્સે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હી પોલીસમાં યૌન ઉત્પીડનની ફરિયાદ કરી હતી. આ કેસમાં દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. પોક્સો મામલાને લઈ હવે કોર્ટ 4 જુલાઈન રોજ સુનાવણી કરશે.તમને જણાવી દઈએ કે કુસ્તીબાજોના આરોપો બાદ દિલ્હી પોલીસે 28 એપ્રિલે આ મામલે બે FIR નોંધી હતી. આમાં એક એફઆઈઆર જાતીય સતામણી અંગેની હતી જ્યારે બીજી સગીર સાથે જાતીય સતામણી અંગેની હતી.