ABVP મહાનગર મંત્રી ઉમંગ મોજીદ્રા
ગુજરાતી યુનિવર્સિટી ખાતે કુલપતિની લોબી બહાર રામ ધુન બોલાવીને ABVP એ ઉગ્ર વિરોધ કર્યો
અમદાવાદ
ABVP મહાનગર મંત્રી ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત યુનિવર્સિટમાં પ્રવેશ, પરિક્ષા અને પરિણામ માટે કાર્યરત છે.અમદાવાદનાં આશ્રમ રોડ સ્થિત CU Shah કેમ્પસમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવે તે માટે ABVP દ્વારા યુનિવર્સિટીના VC ને સંબોધીને આવેદનપત્ર આપી CU Shah કેમ્પસમાં આવેલ કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરાઇ હતી અને ગુજરાતી યુનિવર્સિટી ખાતે કુલપતિની લોબી બહાર રામ ધુન બોલાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો . ગુજરાતી યુનિવર્સિટી ખાતે પોલીસ નો ભારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અમે 2 દિવસ અગાઉ કુલપતિને રજુઆત કરી છતાં સી.યુ શાહ કોલેજ શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી અમે આજે વિરોધ કરવા આવ્યા છીએ.આજે અમે યજ્ઞ કરીને ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તે માટે 45 મિનિટનો સદબુદ્ધિ યજ્ઞ કરી પ્રાર્થના કરી છે.આજે નિર્ણય ના કરવામાં આવે તો અમે આવતીકાલે ફરીથી ઉગ્ર આંદોલન કરીશું.