દેશમાં નહીં પણ દુનીયામાં કોરોના વાયરસના પગલે મહામારીના રોગે જ્યારે ભરડો લીધો છે, ત્યારે ગુજરાતનું જે અર્થ તંત્ર કહેવાય છે, તેને પણ ફટકો પડ્યો છે, ત્યારે ગુજરાત અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમજીવીયો એવા લાખો લોકોને રોજી રોટી આપી રહ્યું છે, ત્યારે ગુજરાતનાં અર્થતંત્રને ધબકતું કરનારા શ્રમજીવીઑની હાલત કફોડી થઈ છે, કેન્દ્ર સરકાર ધ્વારા 21 દિવસ શટડાઉન અને હવે પછી વધારે સમય લેવાય તો શું? ખાવું શું? રહેવા ક્યાં? આ તમામ પ્રશ્નોને કારણે શ્રમજીવીઓએ પોતપોતાના વતન ભણી જવા રવાના થવા લાગ્યા છે, ત્યારે રોડ, રસ્તા પર બસો બંધ હોવાથી ચાલતા પણ ઘરે પહોચી રહ્યા છે, ત્યારે સરકારે 144 મી કલમ લગાવી હોવાથી અને 4 વ્યક્તિએ ભેગા ન થવું, અને અંતરથી વાત કરવી, ત્યારે આટલી બધી મોટી સંખ્યાને રાખવી ક્યાં? તે પણ પ્રશ્ન છે, ત્યારે રાજકોટ પાસે આવેલા બામણબોર પાસે હજારોની સંખ્યામાં શ્રમજીવીઑ બેઠા છે, ત્યારે બામણબોરના ભરવાડ પરિવારના રાજુભાઇ ગમારા, દીપકભાઈ ગમારે આ શ્રમજીવીઑ માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી હોય તેમ હજારો શ્રમજીવી માટે ભરપેટ ભોજન જમવાનું શરૂ કરાવી દીધું છે, ત્યારે સરકાર ધ્વારા નિર્ણય ન લેવાતા આ મજૂરોને વતન સુધી મૂકવાનો નિર્ણય લેતા આ બે ગમારા પરીવાર આશાસ્પદ યુવાનોએ મેદાનમાં ઝપલાવું છે, કહેવાય છે કે, રામે દીઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે આપ્યું છે તે વાપરીને પુણ્ય કમાય એજ સાચો જીવડો, ત્યારે સરકાર પાસે કરોડોની જમીનો 1 રૂપિયાના ટોકન લઈને અબજો કમાતા અને જ્યારે ખરા સમયે દેશમાં મહામારી આવી છે, ત્યારે મોટાભાગના મંદિરો, ટ્રસ્ટો હાથ પર હાથ ધરીને બેઠા છે, ત્યારે આ બે આશાસ્પદ યુવાનોને ધન્ય છે, આ યુવાનોની જાહેરમાં સન્માન કરવું જોઈએ.
ગુજરાતમાં આવેલી મુસીબત સામે લડવા અને સરકારને પણ મદદરૂપ થવાના આશયથી આ બે યુવાનો ગમારા પરીવારે જે કર્યું છે તે વિશેષ છે, ત્યારે આજના યુગમાં અને દેશમાં જે ઈન્ડસ્ટ્રીઑ, GIDC, ફેક્ટરીઓ જે નભી રહી છે અને ગુજરાતનું નામ રોશન થયેલ છે તે શ્રમજીવીઓને આભારી છે, આ મજૂરોજ નહીં હોય તો ક્યાથી લાવશો માણસો ડાળીએ? આજે ખેતીમાં મજૂરો મળતા નથી, ત્યારે વધારે તો નહિ પણ કમસેકમ માનવતા ખાતર આ લોકોને રોટલો અને પાણી તથા ઘરે પહોચી શકે તેટલી વ્યવસ્થા મોટા ધંધાર્થીઓએ કરવાની જરૂર છે. બાકી સરકાર તો આજે પણ રાત દિવસ જાગીને તમામ પ્રયત્નોમાં લાગી છે, હા હમણાં જ ડે.મુખ્યમંત્રી નિતિનપટેલ પણ આ મજૂરોને ઘર સુધી પહોંચાડવા અને ભોજન મળે તે માટે પ્રયત્નો આદરી દીધા છે, ત્યારે સૌની ફરજ છે કે દેશ અને ગુજરાત માટે કાઇંક કરીએ અને વાપરીએ, બાકી બધૂ અહિયાજ રહી જવાનું છે, ત્યારે ગમારા પરિવારે કરેલી સેવા ભલે પ્રજા ભૂલી જાય, પણ કુદરતના ચોપડે તોચિતરાઈ ગઈ છે, ત્યારે આપેલું, વાવેલું દીધેલું ક્યારેય ફોગટ જતું નથી, ત્યારે આશાસ્પદ આ બે યુવાનોને દિલથી સલામ…કે ગુજરાત માટે અને દેશમાટે પૈસાની કોથળી છૂટી મૂકી દીધી, ત્યારે આ યુવાનોએ માસ્ક થી લઈને ભોજન, પાણી અને તમામ બંધ હોવાથી આ શ્રમજીવીઑ જાય ક્યાં?