૨૦ જૂન મંગળવાર ૨૦૨૩ અષાઢી બીજના દિવસે GJ-૧૮ ખાતે ૩૯મી રથયાત્રા પરંપરાગત આશરે ૩૧ કિલોમીટરના માર્ગ ઉપર પરિભ્રમણ માટેનું આયોજન કરવામાં આવેલ છે, પરંતુ અન્ય જગ્યાએ મેટ્રો રેલને લગતી કામ ચાલુ હોવાથી થોડો રૂટ ફેરફાર કરેલ છે, રથયાત્રાનો માર્ગ હવેથી શ્રીપંચદેવ મંદિરથી પ્રયાણ કરીને સેક્ટર-૨૨ શોપિંગ સેન્ટર– વિદ્યાભારતી – ૧૭- ૨૨ બસ સ્ટેન્ડ – સેક્ટર ૧૭ શોપિંગ સેન્ટર – શ્રી હનુમાનજી મંદિરથી, સેક્ટર ૧૬ ગાંધીનગર નાગરિક બેંકથી સેક્ટર ૧૬ ના મુખ્ય શોપિંગ સેન્ટર – શ્રી બાલાજી મંદિર, જમણી બાજુથી વળીને હ્મ સમાજ ભવન (શ્રી સોમનાથ મહાદેવ) ડાબી બાજુ વળીને “ગ” રોડ પરના અન્ડરબ્રીજથી પસાર થઈ સેક્ટર ૧૨-૧૩ થી (ખોદકામ ચાલુ હોવાથી ફેરફાર) સેક્ટર ૧૨ માં શોપિંગ સેન્ટર – સરકારી જનરલ હોસ્પિટલની પાછળના માર્ગેથી સેક્ટર ૬ માં પ્રવેશ, શ્રી ભૂનેશ્વરી માતાના મંદિર – શ્રી રોહિતદાસ સમાજ/મંદિરથી (માત્ર ભગવાન જગન્નાથજીનો રથ પરંપરાગત મુજબ), શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરથી આગળ વધી સેક્ટર ૬-૩ રોડથી “ઘ-૨” ના સર્કલ – સેક્ટર ૭ ભારત માતા મંદિર – શોપિંગ સેન્ટર – “ચ” રોડ ઉપરથી સેક્ટર ૮ માં પ્રવેશ – સેક્ટર ૮ શોપિંગ સેન્ટરથી માઉન્ટ કાર્મેલ સ્કુલ પછી ડાબી બાજુ વળીને “ચ-૩” સર્કલથી “ચ” રોડ ઉપર જમણી બાજુ પ્રયાણ, (મેટ્રો રેલની કામગીરીને કારણે, પરંપરા મુજબ પોલીસ ભવન નજીક રથયાત્રાનું પ્રયાણ શક્ય ન હોવાથી) ગાંધીનગર જીલ્લા પંચાયત કચેરી ની સામે જમણી બાજુ વળીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા – સચિવાલય ગેટ નંબર ૧ ના સામેના માર્ગ ઉપર થઈને સેક્ટર ૧૯ ના “ક” ટાઈપના મકાનો સામેના માર્ગ ઉપરથી પ્રયાણ કરીને ડાબી બાજુથી સેક્ટર ૧૯ માં પ્રવેશ – સેક્ટર ૧૯ શોપિંગ સેન્ટરથી સેક્ટર ૨૦ – અક્ષરધામની પાછળની દિવાલથી ડાબી બાજુ સેક્ટર ૨૦ શોપિંગ સેન્ટરથી આગળ વધી ૬ નંબરના રોડ ઉપરથી સેક્ટર ૩૦ માં પ્રવેશ – ગુરુદ્વારા – સેક્ટર ૩૦ શોપિંગ સેન્ટર થી સેક્ટર ૨૯-૩૦ બસસ્ટેન્ડ તરફ – સેક્ટર ૨૯ માં શ્રી જલારામ ધામ ખાતે વિસામો – સેક્ટર ૨૮- ૨૯ બસસ્ટેન્ડથી સેક્ટર ૨૮ બાલોધ્યાન પાસેના માર્ગ ઉપરથી શ્રી દત્ત મંદિર ચાર રસ્તા ઉપર જમણી બાજુ વળી ને કોલવડાનગર સોસાયટી – વરીયા સમાજ ભવન – સેક્ટર ૨૮ થઈને સેક્ટર ૨૭ માં પ્રવેશ કરી રાજ્ય અનામત દળ (એસ.આર.પી.) જુથ ૧૨ ના કંપાઉન્ડમાં શ્રી મહાદેવજી મંદિર – જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી થી બહાર નીકળી ડાબી બાજુ થઈને સેક્ટર ૨૭ તરફ પ્રયાણ – શિવ શક્તિ મંદિર સેક્ટર ૨૭ નજીકના રોડ પરથી એરફોર્સ વોચ ટાવર નજીકથી જુના સાંઈ બાબા મંદિરથી જમણી બાજુથી “ખ ૬” સર્કલથી ડાબી બાજુથી સેક્ટર ૨૪ માં પ્રવેશ – ચંદ્ર ફોટો સ્ટુડીયો પછી જમણી બાજુ વળી શાક માર્કેટ-ભારતનગર થઈને ડાબી બાજુ આઈ.ટી.આઈ. આવતાં ડાબી બાજુ વળી – “ગ ૫” સર્કલ આવતાં ડાબી બાજુ વળી – ૨૩-૨૪ થી જમણી બાજુએથી સેક્ટર ૨૩ માં પ્રવેશ – શ્રી સ્વામીનારાયણ મંદિર – શોપિંગ સેન્ટર – કડી સર્વ વિદ્યાલય – સેક્ટર ૨૨ આયુર્વેદ હોસ્પીટલ પહેલાં ડાબી બાજુ પોલીસ ચોકી રોડ ઉપર – ૨૨-૨૯ ચીપ ટાઈપ શોપિંગથી થઈને “ચ ૬” સર્કલ (માત્ર ભગવાન શ્રી જગન્નાથજીનો રથ વૈજનાથ મહાદેવ) થી આગળ વધી ૨૧-૩૦ થી સેક્ટર ૨૧ માં પ્રવેશ કરી – પુસ્તકાલય – શાકમાર્કેટ – શ્રી અંબાજી મંદિર સેક્ટર ૨૧ થઈને સેક્ટર ૨૨ ખાતે નિજ મંદિર (પંચદેવ મંદિર) પરત ફરશે.તેવું સમિતિના અધ્યક્ષ ફુલશંકર શાસ્ત્રીજી, નરેશભાઈ પટેલ, રજનીભાઈ શર્મા (કોષાધ્યક્ષ), ડોક્ટર દિનેશ કાપડિયા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.