રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવીટી જોવા મળી રહી છે, જેને લઈ રાજ્યમાં વરસાદ વરસ્યો છે. વાવાઝોડાની અસરથી વરસાદી માહોલ સર્જાયો છે. અંજારમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યાં 9 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. માંડવીમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. ભૂજ અને મુંદ્રામાં 8-8 ઈંચ. રાપરમાં પોણા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. નખત્રાણામાં 7 ઈંચ, જામનગરમાં 6.5, ગાંધીધામમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જામનગરમાં સાડા 6 ઈંચ અને ખંભાળીયામાં સવા પાંચ અને દ્વારકામાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. ઉત્તરગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. બનાસકાંઠા,મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદનુ સંક્ટ શનિવારે પણ તોળાઈ રહ્યુ છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.