રૂપાલ મંદિરના શિખર પર એક ધજા “દક્ષિણ તરફ” અને બાકીની “બધી જ ધજાઓ” ઉત્તર તરફ ફરકી

Spread the love

અત્યારે રાજ્યમાં વાવાઝોડાના કારણે ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે, અને ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે, ત્યારે ગાંધીનગરના રૂપાલમાંથી એક કુતુહલભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં વાવાઝોડા બાદ ફૂંકાયેલા પવનમાં પણ મંદિરની બે ધજાઓ આશ્ચર્ચચકિત થઇ જવાય એ રીતે એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરકી રહી છે. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ગાંધીનગરના રૂપાલ ગામનો છે, ખાસ વાત છે કે રૂપાલ ગામમાં વરદાયિની માતાજીનું મંદિર છે, આ મંદિરના શિખર પર બે ધજાઓ ચઢાવેલી છે, આ બન્ને ધજાઓ વાવાઝોડાના ભારે પવન વચ્ચે પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે કે એક ધજા “દક્ષિણ તરફ” અને બાકીની “બધી જ ધજાઓ” ઉત્તર તરફ ફરકતી દેખાઇ રહી છે, આ ઘટના જોયા બાદ ભક્તોમાં કુતુહલ પેદા થઇ ગયુ છે. રૂપાલ વરદાયિની માતાના મંદિરના મેનેજરના જણાવ્યા મુજબ છેલ્લા 28 વર્ષમાં આવી ઘટના પ્રથમ વખત જોઈ છે. મહત્વનું છે આ ઘટના કેવી રીતે બની અને કેમ બની તે અંગે કોઇ જાણકારી સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com