પ્રમુખનું પદગ્રહણ કરતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં શક્તિસિંહ ગોહિલ સાથે કાર્યકરોએ હાજરી આપી હતી
અમદાવાદ
ગુજરાતના ખૂણે ખૂણેથી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલને સમર્થન અને શુભકામના આપવા માટે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ઉમટી પડ્યો હતો. પદગ્રહણ કરતા પહેલા ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં શક્તિસિંહ ગોહિલએ હાજરી આપી હતી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પો અર્પણ કરી આશીર્વાદ લીધા હતા.ગાંધી આશ્રમથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધીની લાંબી પદયાત્રામાં શક્તિસિંહ ગોહિલની સાથે હજારો સમર્થકો જોડાયા હતા. ગુજરાતની સંસ્કૃતિને રજુ કરતા રાસ તથા આદિવાસી નૃત્ય સાથે કોંગ્રેસના સમર્થકોએ પદયાત્રાને ખુબ જ રોચક બનાવી હતી.રાજીવ ગાંધી પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તમામ શુભચિંતકોનો નત મસ્તકે આભાર માનતા જણાવ્યું હતું કે આપણા ગુજરાતમાં યુવાનોને રોજગારી, ખેડૂતોને સારા ભાવ, અસહ્ય મોંધવારી, પશુઓના ગૌચર, ફિક્સ પગાર, પેપર ફૂટવા, નાના વેપારીને સમસ્યા, કાયદો અને વ્યવસ્થાની કથળેલી પરીસ્થિતિ, અતિશય ભષ્ટાચાર જેવી અનેક સમસ્યાઓ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ જનતાના પ્રશ્નોને વાચા આપશે. આપણા ગુજરાતનો ઈતિહાસ ગૌરવવંતો છે. અહીં ગુજરાતનો આજે સમતુલિત વિકાસ નથી. મુઠ્ઠીભર માલામાલ થાય છે અને આમ ગુજરાતી મુશ્કેલીમાં છે. ત્યારે ગુજરાતની સાચી અસ્મિતાના સ્થાપન માટે સૌ ગુજરાતીઓના સાથ, સમર્થન અને આશીર્વાદની અમારે જરૂર છે. અમે કોઈ પણ ભેદભાવ, જ્ઞાતિવાદ, જૂથબંધીમાં પડ્યા વગર સૌના સાથથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે કામ કરીશું. અમારા આ પ્રયાસમાં તમામ ગુજરાતીઓ જોડાય તેવી નમ્ર વિનંતી છે.
સાબરમતી આશ્રમ, ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધીની પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સીમીતીના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષઅ પૂર્વ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી સુખરામભાઈ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષારભાઈ ચૌધરી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર રાજ્યસભા સાંસદશ્રી અમીબેન યાગ્નિક, શ્રી નારણભાઈ રાઠવા, એ.આઈ.સી.સી.ના વરિષ્ઠ નેતા અને દિલ્હી અને હરિયાણાના પ્રભારી શ્રી દીપકભાઈ બાબરીયા, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી ઉષાબેન નાયડુ, શ્રી રામકિશન ઓઝા, શ્રી બી.એમ. સંદીપ, શ્રી સોનલબેન પટેલ, સેવાદલના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ, રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી રોહન ગુપ્તા, પ્રદેશ કોંગ્રસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી લલીત કગથરા, શ્રી જીગ્નેશ મેવાણી, શ્રી ઋત્વિકભાઈ પટેલ, શ્રી કદીરભાઈ પીરઝાદા, શ્રી ઈદ્રવિજયસિંહ ગોહિલ, શ્રી અંબરીષ ડેર, પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી હરપાલસિંહ ચુડાસમા, એન.એસ.યુ.આઈ. ના પ્રમુખ શ્રી નરેન્દ્ર સોલંકી, મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુંમર, પ્રદેશ સેવાદલના પ્રમુખ શ્રી વિજય પટેલ સહિત વિવિધ ફ્રન્ટલ – ડીપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ, પ્રદેશના હોદેદારશ્રીઓ આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ સાથે સમગ્ર રાજ્યમાંથી વિવિધ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ ઉમળકાભેર સ્થાનિક લોકો તેમજ
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલના પદગ્રહણના કાર્યક્રમમાં ગુજરાત NSUI ના હોદેદારો વનરાજ મીર, ચિરાગ દરજી, , જીગ્નેશ સાધુ દ્વારા કાર રેલી ની સાથે ઈન્કમટેકસ થી પગયાત્રા આયોજન કરવામાં આવ્યું.