આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આદિપુરુષ ફિલ્મને બેન કરવાની મુખ્યમંત્રીને અપીલ કરી

Spread the love

આદિપુરુષ ફિલ્મ સનાતન ધર્મ અને આપણી આસ્થા પર હુમલો છે, તો આ ફિલ્મને ગુજરાતમાં બેન કરવામાં આવે: આદિપુરુષના નિર્માતા સમસ્ત દેશ અને બધા જ સનાતની લોકો સમક્ષ માફી માંગે: ઇસુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, એક ફિલ્મ બનાવવામાં આવી છે જેનું નામ છે આદિપુરુષ. તે ફિલ્મમાં આપણા આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રીરામનું, માતા સીતાનું અને બજરંગબલી ભગવાનનું અપમાન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મ આપણા આસ્થાનું કેન્દ્ર છે, સૌની આસ્થા તેની સાથે જોડાયેલી છે. ત્યારે એક ફિલ્મમેકરે પૈસા બનાવવાની લ્હાયમાં, કાલ્પનિક વિચારોના બહાને, મીઠું મરચું ભભરાવીને ફિલ્મના ડાયલોગમાં ફેરફાર કરીને સનાતન ધર્મનું અપમાન કર્યું છે, તે કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં.

હું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આ ફિલ્મ સનાતન ધર્મ પર એક હુમલો છે, આપણી આસ્થા પર હુમલો છે, તો આ ફિલ્મને ગુજરાતમાં બેન કરવામાં આવે. કારણ કે જો બેન નહીં કરવામાં આવે તો કાલે બીજો કોઈ આર્ટિસ્ટ આ પ્રકારની ફિલ્મો બનાવીને આપણા દેવી-દેવતાઓનું અપમાન કરશે. કોઈપણ વ્યક્તિને કોઈપણ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરવાનો અધિકાર નથી.

હું સાધુ સંતોને પણ અપીલ કરીશ કે જ્યાં સુધી આ ફિલ્મના નિર્માતા માફી ના માંગે અને આપત્તીજનક ડાયલોગ અને સીન હટાવવામાં ન આવે ત્યાં સુધી આ ફિલ્મ ગુજરાતમાં બેન થવી જોઈએ એવી એવી આપણે સૌએ માગણી કરવી જોઈએ. સાથે સાથે હું હિન્દુ ધર્મના આગેવાનો અને તમામ સમાજના આગેવાનોને પણ અપીલ છે કે આપણે સૌ એક થઈને આ ફિલ્મનો વિરોધ કરીએ અને બેન કરવાની માંગણી કરીએ. મુખ્યમંત્રી એક આધ્યાત્મિક માણસ છે તો એમને વિનંતી છે કે તાત્કાલિક આ ફિલ્મને બેન કરવામાં આવે. એક સીનમાં એવું દ્રશ્ય છે કે સીતા માતા પર ચાકુથી હુમલો કરવામાં આવે છે. આ પ્રકારના સીન હટાવવામાં આવે. જ્યાં સુધી આ હટાવવામાં ન આવે અને દેશ અને હિન્દુ ધર્મના સનાતની લોકોની માફી ના માંગે ત્યાં સુધી આ ફિલ્મને સમગ્ર ગુજરાત રાજ્યમાં બેન કરવામાં આવે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com