IPS અધિકારી રવિ સિન્હાને RAWનાં નવા ચીફ બનાવાયા

Spread the love

વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ સામંત ગોયલનું સ્થાન લેશે. ગોયલનો કાર્યકાળ 30 જૂને પૂરો થઈ રહ્યો છે. તેઓ ચાર વર્ષ સુધી આ પદ પર રહ્યા. કર્મચારી મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ છત્તીસગઢના 1988 બેચના IPS અધિકારી સિન્હા (59)ની બે વર્ષના કાર્યકાળ માટે RAW સેક્રેટરી તરીકે નિમણૂકને મંજૂરી આપી છે.
કહેવામાં આવ્યું છે કે રવિ સિન્હા પાડોશી દેશો અને ઓપરેશન્સમાં નિષ્ણાત છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગમાં તેમનો બે દાયકાથી વધુનો લાંબો કાર્યકાળ રહ્યો છે. હાલમાં તેઓ એજન્સીમાં સેકન્ડ-ઇન-કમાન્ડ છે. બઢતી પહેલા તેઓ ઓપરેશન વિંગની દેખરેખ રાખતા હતા. પડોશી દેશોના નિષ્ણાત ગણાતા સિન્હાની નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાન રાજકીય અને આર્થિક રીતે અસ્થિર છે. વિદેશમાંથી શીખ ઉગ્રવાદને વેગ આપવામાં આવી રહ્યો છે અને પૂર્વોત્તરમાં હિંસાને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આઈપીએસ અધિકારી સિન્હાએ ભૂતકાળમાં જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર અને વિદેશમાં સેવા આપી છે. જૂન 2019 માં, સામંત ગોયલને બે વર્ષ માટે RAW ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેમને 2021 અને 2022 માં એક-એક વર્ષના બે એક્સટેન્શન આપવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીર સંબંધિત બાબતોના નિષ્ણાત ગોયલે ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં સર્જીકલ સ્ટ્રાઈકની યોજના બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ સર્જિકલ સ્ટ્રાઈક પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવી હતી. આ હુમલામાં પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદે આત્મઘાતી હુમલો કર્યો હતો.
આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 જવાનો શહીદ થયા હતા. સેનાએ આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ હેઠળ, ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી 2019 ના રોજ બાલાકોટમાં જૈશ આતંકવાદી તાલીમ કેમ્પને નષ્ટ કરી દીધો હતો. પાકિસ્તાનને પણ આ વાતની જાણ નહોતી. જ્યારે તેને ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com