ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ ગુડા દ્વારા કુડાસણ ખાતે લગડી એવી મોકાની જગ્યા ઉપર વાટીકા હોસ્પીટાલીટી (મહેશ વાઘાણી સુરત) દ્વારા પ્રમોટ કરેલ કંપનીને તારીખ- ૩૧, ૧૨, ૨૧ની અરજીથી અંતિમ ખંડ નંબર- ૧૬૪ નગર રચના યોજના નંબર-૬ની ૩૨૧૯ ચો.મી. જમીનને હંગામી ઘોરણે ભાડેથી મેળવવા અરજી કરતા અત્રેથી નિયત કરવામાં આવેલ શરતોને આધિન છ માસનું (તા.૦૧/૦૬/૨૦૧૨ થી ૩૧/૧૨/૨૦૨૨ સુધીનુ) એડવાન્સ ભાડુ વસુલી આમુખ-૨ મુજબ વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ ને સદર પ્લોટની છ માસ માટે હંગામી ધોરણે ભાડાપટ્ટેથી ફાળવણી કરવામાં આવેલ. સદર પ્લોટમાં સત્તામંડળ દ્વારા તા.૨૩/૦૧/૨૦૨૩ના રોજ સ્થળ તપાસ કરતા વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ દ્વારા સ્થળે દુકાનોનું બાંધકામ કરી પેટા ભાડેથી અલગ અલગ વ્યવસાય માટે આપેલ હોવાનુ જણાય આવેલ. જેથી સત્તામંડળને સંપ્રપ્ત અંતિમ ખંડ ભાડેથી મેળવવા રજુ કરવામાં આવેલ અરજી પત્રકની શરત નં.૧૪ તથા આમુખ-(૨) મુજબના હુકમની શરત નં.૧૪ નો ભંગ થતો હોય સદર બાબતે યોગ્ય ખુલાસો દિન-૭માં રજુ કરવા આમુખ-(૦૩)થી નોટીસ આપી જણાવવામાં આવેલ, જે અન્વયે આમુખ-(૦૪) થી વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ દ્વારા ખુલાસો કરવામાં આવેલ જે ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી. આમુખ-(૫)થી વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસને હંગામી ધોરણે ફાળવેલ પ્લોટની ફાળવણી રદ કરવા અંગે મળેલ મંજુરી અન્વયે હુકમ કરવામાં આવે છે કે સદર પ્લોટમાં વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ દ્વારા કરવામાં આવેલ બાંધકામ હટાવી પ્લોટ મુળ સ્થિતીમાં લાવી સદર પ્લોટનો કબ્જાે સત્તામંડળને દિન-૩ માં પરત કરવો તથા તેમ કરવામાં ચુંક થયેથી વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ દ્વારા સ્થળે કરેલ બાંધકામ હટાવી સત્તામંડળ દ્વારા બળ પૂર્વક સદર પ્લોટનો કબ્જાે મેળવવામાં આવશે જે અંગેનો તમામ ખર્ચ વાટીકા હોસ્પીટાલીટી સર્વિસીસ પાસેથી વસુલ કરવામાં આવશે. વધુમાં ગુડા હવે આકરા પાણીએ નિર્ણય કરી રહ્યું છે, ત્યારે ત્રણ દિવસમાં ગુડાનાં જેસીબી ફરે છે કે, નહીં આ જગ્યા પરત લેવા કરેલ પાવરફુલ નિર્ણય ત્રણ દિવસ પછી ખબર પડશે.