ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે ગ્રામ્ય તથા તાલુકા એવા વિસ્તારોમાં વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપે છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વતન કહેવાય, અને માણસાથી લઈને GJ-૧૮ના જિલ્લા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીએ અનેક વિકાસશીલ કાર્યો કરીને અનેક તાલુકાઓ, ગામડાઓને ઝગમગાટ કરી દીધા છે, પણ માણસા શહેરમાં સ્ટ્રીટ લાઈટોમાં નગરપાલિકા કોઈ જ ધ્યાન આપતી નહીં હોવાનું લોકોનું કહેવું છે, ત્યારે માણસામાં અડધી જગ્યાએ અંધારપટ જેવી હાલત છે, ત્યારે હવે પાછું નવું તુત લાવ્યા છે, વહીવટી શાસનની સ્ટ્રીટ લાઇટની જવાબદારી તેમની છે અને ફરિયાદ કરવા જાય તો, પ્રજા પાસે જવાબદારી લખાવવામાં આવે અને તેમનો આપેલ કોન્ટ્રાક્ટ અને સુપરવાઇઝર દ્વારા આ બાહેધરી લેખિતમાં સહી કરી આપવામાં આવે તો ચાલુ અને રીપેરીંગ કરે બાકી નહીં ત્યારે નગરપાલિકાની જવાબદારી શું?સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યા જાે નગરપાલિકા ન સુલટાવી શકતી હોય તો પ્રજાના કામો શું થતા હશે? ત્યારે આ પ્રશ્ને પાલિકાએ ગંભીરતા લઈને સોલ્યુશન લાવવું જાેઈએ.