ગુજરાતનું કહેવાતું GJ-૧૮ ખાતે સ્માર્ટ સિટી અંતર્ગત જે રોડ, રસ્તા, ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યાં ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા બંધ કરીને બીજી જગ્યાએ વળાંક આપતો એકસીડન્ટથી લઈને ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે, ત્યારે જાેવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારો એવા રાંદેસણ, રાયસણ, કોબા ખાતે આ સમસ્યા વકરી છે, ત્યારે આ પ્રશ્ને મહાનગરપાલિકાના ચેરમેન જશુ પટેલને પણ રજૂઆત કરવામાં રાખેલ, ત્યારે પાટનગર યોજના, માર્ગ અને મકાન તથા સ્માર્ટ સિટી નેજા હેઠળ મીટીંગ પણ થઈ હતી, પણ ધાર્યું પરિણામ આવ્યું નથી, ત્યારે આ પ્રશ્ન ગંભીર હોવા છતાં તંત્રએ ગંભીરતા ન લેતા હમણાં જ બે દિવસ પહેલા કોબા ખાતે એક્સિડન્ટમાં કોબાના નગરસેવકના ભાઈ તથા પુત્રીનું અવસાન થયેલ, ત્યારે આ રસ્તો ગોઝારો બન્યો છે, જે કટ આપ્યા છે, તે કટ ગામોના કાઢીને અવડી જગ્યાએ કટ આપતા ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે.વધુમાં આ પ્રશ્ન કોંગ્રેસના આગેવાન અને કોબાના રહીશ રાજેન્દ્ર પટેલે ભારપુર્વક અને દુઃખપૂર્વક જણાવેલ કે, જનતાની પણ સલામતીનો વિચાર કરો, ગામડાના બંધ કરેલા રસ્તા ખોલો, જે એક્સિડન્ટ થયો તે રોડ, રસ્તા બંધ કરવાના કારણે થયો છે, બાકી આજ દિન સુધી ગ્રામ્ય વિસ્તારના રોડ, રસ્તા ખુલ્લા હતા ત્યારે કોઈ બનાવ બનેલ નથી.