માતાએ કર્યું અંગદાન..તો અંગ મેળવનાર મહિલા બની માતા અને કર્યું કન્યાદાન

Spread the love

સુરત શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાલ ઘણો જ ચર્ચામાં છે. જેમાં ચાર વર્ષ પહેલાં સુરતની મહિલાના અંગ અન્ય મહિલાને દાનમાં આપ્યા હતા. થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થયેલા મહિલાના દીકરીનાં લગ્ન યોજાયાં હતા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર કરનારાં દ્રશ્યો સર્જાયાં હતાં.
દેશભરમાં અગદાન માટે સુરત શહેર જાણીતું છે. ત્યારે સુરતની એક મહિલા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેના અંગો અન્ય જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવ્યા હતા. આ મહિલાની કિડની અન્ય મહિલાને આપવામાં આવી હતી. એ મહિલા ચાર વર્ષ બાદ મૃતક મહિનાની દીકરીના લગ્નમાં આવી હતી. જ્યાં આ મહિલાએ માતા બનીને દીકરીનું કન્યાદાન કર્યું હતું. આ દ્રશ્ય જોઇ ભલભલા ભાવુક થઈ ગયા હતા.
સુરતના ન્યૂ સિટીલાઈટમાં રહેતા કલ્પેશભાઈ લાકડાવાળાનાં પત્ની રાધેકિરણ કલ્પેશભાઈ લાકડાવાળાં ચાર વર્ષ પહેલાં 16 જૂન 2019ની રાત્રે બાથરૂમમાં તેમનો પગ લપસતા ગંભીર રીતે ઇજાગ્ર્સ્ત થયાં હતાં. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં. જ્યાં 20 જૂને તેમને બ્રેનડેડ જાહેર કરાયાં. તેમના પરિવારે તેમનું હૃદય, ફેફસાં, કિડની અને આંખોનું દાન કરી 6 વ્યક્તિને નવું જીવન આપ્યું હતું. આ દરમિયાન થોડા દિવસ પહેલાં રાધેકિરણબહેનની દીકરી ક્રિષ્નાનાં લગ્ન હતાં


કિડની મેળવનાર મહિલા લગ્નમાં હાજર રહ્યા. અંગદાનના એક કાર્યક્રમમાં રાધેકિરણબહેનની કિડની મેળવી નવું જીવન મેળવનારાં બાયડનાં જ્યોત્સનાબેન સાથે પરિવારની મુલાકાત થઈ હતી અને બંને પરિવાર સંપર્કમાં આવ્યા. જેથી ક્રિષ્નાનાં લગ્નમાં જ્યોત્સનાબેન અને તેમના પરિવારને પણ આમંત્રણ અપાયું. જ્યોત્સનાબેન અને તેમના પતિએ પણ આ લગ્નમાં દિલથી હાજરી આપી હતી. આ બંનેએ દીકરીના કન્યાદાનની વિધિ પણ કરી હતી.


દીકરીના પરિવારે જ્યોત્સના બેનને લગ્નની પૂજાવિધિ માટે બેસવાનું કહેતાં તેઓએ તરત જ આ વાત માનીને લગ્ન કરાવ્યુ હતુ. તેમજ દીકરી ક્રિષ્નાના કન્યાદાનની વિધિ પણ પોતે કરી હતી. પોતાની માતાની કિડની જ્યોત્સનાબહેને મેળવી હોય અને તેઓ પોતે કન્યાદાન કરતાં હોય ત્યારે દીકરી ક્રિષ્નાને પણ જાણે કે તેની માતા જ પોતાનાં લગ્નપ્રસંગમાં હાજર રહી હોય તેવી અનુભૂતિ થઈ હતી.
આ પ્રસંગ અંગે દીકરી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, સ્વાભાવિક છે કે દીકરી પરણીને સાસરે જતી હોય ત્યારે તેની સામે સૌથી પહેલાં મા હોય છે. મારી માતા તો નથી પરંતુ તેના શરીરનું અંગ જેમા હતુ તેમણે માતા બનીને મારું કન્યાદાન કર્યુ છે. જેથી મને એવું લાગ્યું કે, મારી મમ્મી મને કશે ને કશે જુએ છે અને એમના આશીર્વાદ મારી સાથે છે. જ્યોત્સના માસીએ મારી માતાની ખોટ પૂરી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com