ગુજરાતમાં ફરી એકવાર લાંચિયો અધિકારી સકંજામાં આવ્યો છે. રાજકોટમાં લાંચ કેસમાં EPFOના અધિકારી CBI સમક્ષ હાજર થયા છે. એક મહિનાથી EPFOના અધિકારી CBI સમક્ષ હાજર થતા ન હતા. જો કે આખરે એક માસ બાદ નિરંજનસિંહ સીબીઆઈ સમક્ષ હાજર થયા છે. નિરંજનસિંહ પર પ્રોવિડન્ડ ફંડના ઈસ્યૂને લઈને કોન્ટ્રાક્ટર પાસે 12 લાખ રુપિયાની લાંચ માગી હતી. જે પછી 2 લાખ રુપિયાની લાંચ લેતા વચેટીયાની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી હવે નિરંજનસિંહની પણ ધરપકડ થઇ છે. હવે નિરંજનસિંહના બેંક અકાઉન્ટની ડિટેઇલ તેમજ સીલ કરાયેલા ઘર સહિતની તપાસ હાથ ધરાશે.