ગુજરાતમાં મોટાભાગના લોકો માટે મહાનગરપાલિકા, ગુડા દૂઝણી ગાય બની ગઈ છે ,Gj- 18 ખાતેથી પરિપત્રો, આદેશો, ઠરાવો ભલે અહીંથી પસાર થાય પણ છટકબારી અને બચાવના પોટફોલીયા અગાઉ કાયદા તોડનારા શોધી કાઢતા હોય છે, ત્યારે કુડાસણમાં ઞુડા ના પ્લોટ માં જોવા જઈએ તો સોનાની લગડી અને કરોડો રૂપિયાની જમીન જે ગુડાએ જે કંપની વાટિકા હોસ્પિટાલિટી સર્વિસીસ ને જેતુથી ભાડે આપી હતી, તેમાં નિયમો વિરુદ્ધ કંપની દ્વારા દુકાનો બનાવીને લોકોને ભાડે ચડાવી દેવાઈ, ત્યારે દર છ મહિને પ્લોટની ભાડાની મુદત લંબાવવામાં આવે છે, પરંતુ ૧લી જાન્યુઆરી 2023 ના રોજ ગુડા દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવતા વાટિકા દ્વારા પ્લોટ પર દુકાનનું બાંધકામ કરીને પેટા પાડેથી અલગ અલગ વેપારીઓને ભાડે આપી દેતા હોહા મચી છે.
ગુડા દ્વારા છ મહિના જેટલો સમય પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરતા અનેક વેપારીઓ ભેખડે ભરાઈ ગયા છે ,ત્યારે ગુડાના પ્લોટ ભાડેથી લેવા માટેનું જે અરજીનું ફોર્મ છે, તેમાં શરત નં. -14 તથા આમુખ (૨) મુજબના હુકમની શરત 14 નો ભંગ થતો હોવાનું જણાઇ આવતા ગુડા દ્વારા વાટિકા હોસ્પિટાલીટી સર્વિસિસને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો માંગ્યો છે, ત્યારે કંપની દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો ,તે ગુડાને ગળે ન ઉતરતા ,ગુડાએ પ્લોટની ફાળવણી રદ કરી દીધી છે , ઞુડાએ સદર પ્લોટ પર જે બાંધકામ કરવામાં આવ્યું છે, તેને દૂર કરી પ્લોટને મૂળ સ્થિતિમાં પરત કરવા હુકમ કર્યો છે,વાટિકા હોસ્પિટાલીટી દ્વારા ગુડા ને છ મહિનામાં 7.21 લાખની આવક થઈ છે, ત્યારે જે દુકાનો 24 જેટલી ભાડે અને ડિપોઝિટ લઈ તેમાં તગડી કમાણી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
કંપનીએ આ દુકાનદારો પાસેથી કેટલું ભાડું વસૂલ્યું કે દુકાનો કેટલા ભાડેથી આપી તે તમામ બાબતોનો ગુડા ને ખ્યાલ નથી ,પણ અગાઉ આ પ્રશ્ન પણ દુકાનો નો ચગ્યો હતો ,ત્યારે હાલ પેટા ભાડું તો ની હાલત સાથે સાપે છછુંદર ગળીયા જેવી થઈ છે, હમણાં સાત દિવસ પહેલા જ એક દુકાનદારે ફરસાણની દુકાન નાખીને મોડા બહાર શેડ પણ નાખી દીધા છે, ત્યારે સેડ કોણે બનાવ્યો? દુકાનો કોણે બનાવી ને ખર્ચ કર્યો ? તે પ્રશ્ન ઉભો છે ,ત્યારે જો ફક્ત આ કંપનીએ જગ્યા આપીને મીટરથી માપીને વેપારી તેના દ્વારા જ બનાવે તો વેપારીઓની લાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાશે.
ગુડાએ જે પર્પઝથી પ્લોટ આપેલ તેમાં શરત ભંગ થતા ગુડાએ કાર્યવાહી કરી તો ખરી ? પણ આ પ્લોટ પર ગુડા કબજો મેળવી શકશે ખરા? ગુડા માટે જોવા જઈએ તો કપરા ચઢાણ સાબિત થાય તેવી શક્યતા? સાત દિવસની મહેતલ અને જે વેપારીઓ ધંધો કરે છે, તેમના પેટનું પાણી હલતું નથી ,જેથી ઓળખાણની ખાણો આજે મોટાભાગના લોકો ગોતવા નીકળ્યા છે, હવે નવા નુસખા આવશે કે અમને થોડો સમય આપો, માલ બગડી જશે ,બીજે જગ્યા ગોતીએ ,આવા નિત નાટકો માં સમય કાઢવાનો તખતો તૈયાર થાય તેવી શક્યતા છે, પણ જે ભરાઈ ગયા છે, વેપારી તેમની હાલત કફોડી હાલ થઈ ગઈ છે.
બોક્સ
ગુડાના કયા અધિકારી એ મંજૂરી આપી અને મંજૂરી આપ્યા બાદ છ મહિનાથી રોજ રોજ વેપારીઓ ફસાઈ રહ્યા છે, ત્યારે ગુડાએ આ પ્રશ્ને ગંભીરતા લઈને ત્યાં બોર્ડ લગાવવા જોઈએ, આવી અનેક જગ્યાઓ ગુડાએ ભાડે આપેલ ,તેની તપાસનો ધમધમાટ શરૂ કરવો પડશે
બોક્સ
ગુડા દ્વારા આવા અનેક પ્લોટ જે ભાડે આપ્યા છે, તેમાં આવી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગુડા આ પ્રશ્ને ધ્યાન નહીં ધરે તો, અનેક વેપારીઓ બોકડા બની જશે, વ્યાજે ઉછીના લાવીને ધંધો કરનારા વેપારીઓ હાલ દેખડે ભરાઈ ગયા છે ,ત્યારે ગુડા હવે સાત દિવસમાં કરોડો રૂપિયા ની આ જમીન ખાલી કરાવી શકે છે, કે કેમ ? તે યથાર્થ પ્રશ્ન છે.
આટલી દુકાનો બની ગઈ ,ત્યારે એકબીજાની દેખાદેખીમાં વેપારીઓ હલવાઈ ગયા ,ત્યારે હવે દરેક જગ્યાએ જે પ્લોટો ગુડાએ ભાડે આપ્યા છે, તે જગ્યાએ હવે ગુડાએ મોટા બોર્ડ મારવા પડશે ,જેથી કોઈ ફસાઈ જાય નહીં.