ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠક મળી હતી. શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસ હાઇકમાન્ડે મહત્વનો ર્નિણય લીધો છે. કમલમની જેમ જ ગુજરાતભરમાં રાજીવ ગાંધી ભવન બનશે. રાજ્યના તમામ જિલ્લા તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. કમલમની જેમ ગુજરાતભરમાં બનશે રાજીવ ગાંધી ભવન રાજ્યના દરેક જિલ્લા તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવાનો ર્નિણય પવન બંસલ અને કેસી વેણુગોપાલની અધ્યક્ષતામાં બેઠક શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, હિંમતસિંહ પટેલ, સુખરામ રાઠવા, મધુસુદન મિસ્ત્રીદિપક બાબરીયા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગૌરવ પંડ્યા, નિલેશ પટેલ, તુષાર ચૌધરી, શૈલેષ પરમાર અને નિશ્ચિત વ્યાસ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક પવન બંસલ અને કેસી વેણુગોપાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી.બેઠકમાં ઓલ ઇન્ડિયા પ્રોપર્ટીડિપાર્ટમેન્ટના સેક્રેટરી લાલભાઈ પટેલને પણ ગુજરાતના કાર્યાલયોની પ્રોપર્ટીની માહિતી સાથે દિલ્હી બોલાવાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ ભાજપમાં જાેડાઈ ગયાં છે. કોંગ્રેસના તાકાતવર નેતાઓ ભાજપમાં જાેડાઈ જવાથી આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે જિલ્લા,તાલુકામાં પણ રાજીવભવન નવા બાંધવા જગ્યાઓની ચકાસણી ચાલી રહી છે.