ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ રહીશો માટે સેફટી વોલ બનાવીને ચોર, લૂંટારા તથા આડેધડ લોકો સોસાયટી, સેક્ટરોમાં ઘૂસી આવતા હોય તેને સ્ટોપ કરવા સરાહનીય પગલું ભર્યું હતું, અને આની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ થવા પામેલ છે, ત્યારે “હમ નહીં સુધરેંગે” તેમ વસાહતીઓ એવા (રહીશો) દ્વારા જ શોર્ટકટ રસ્તો અપનાવવા બાકોરા તોડીને પાડી દીધા છે, જ્યાંથી પોતાના માટે ભલે શોર્ટકટ હોય, પણ ચોરી કરનારા, ફેરીયાઓથી લઈને તમામ માટે શોર્ટકટના દરવાજા ખોલી નાખ્યા છે,
વધુમાં મહાનગરપાલિકા દ્વારા કરેલ આ સરાહનીય કામ કહેવાય, ત્યારે આ બાકોરુ કોઈ બહારનું આવીને પાડી ગયું નથી, જેથી સરકારી ચીજ વસ્તુઓને નુકસાન જે દિવાલને થયું છે, તે કાર્યવાહી થવી જ જોઈએ, ત્યારે હવે આ બાકોરું પૂરી નાંખવું જોઈએ તેમ નથી લાગતું??
ફેરીયાઓ, ચેઈન્સ સ્નેચર, પોકેટમાર, માટે મોકળું મેદાન, શોર્ટકટ રસ્તો ભલે રહીશો દ્વારા અપનાવીને બાકોરૂ પાડ્યું પણ, અન્ય સ્નેચરો માટે શોર્ટકટ કરી દીધા જેવો ઘાટ