ટાઈટેનિક જહાજને જોવા ગયેલા તમામ પ્રવાસીઓના આજે મોત થયા

Spread the love

ઘણા વર્ષો પહેલા ડૂબી ગયેલ ટાઈટેનિક જહાજને જોવા ગયેલા પાંચ લોકોના ગુમ થવાના સમાચાર આવ્યા હતા, જે બાદ આજે મળતી માહિતી મુજબ તે તમામ પ્રવાસીઓના આજે મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે લગભગ 110 વર્ષ વર્ષ પહેલા એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલ ટાઈટેનિકની સ્ટોરીથી આપડે સૌ કોઈ અવગત છીએ.


જે ટાઈટેનિકના કાટમાળને શોધવા પાંચ લોકો સબમરીનમાં ગયા હતા, જેઓ રવિવારથી લાપતા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારે તેમના લાપતા થયાના સમાચાર બાદ શોધવા માટે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં શોધ અભિયાન શરુ કરાયુ હતુ. ત્યારે આ સબમરીનમાં સવાર પાંચેય લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જેની પુષ્ટી સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટ અને યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર રવિવારના રોજ પાંચ લોકો ઓશનગેટ નામક કંપનીની સબમરીનમાં બેસીને આ ટાઈટેનિકના મલબાની શોધ ખોળ પર નીકળ્યા હતા. ત્યારે મહાસાગરમાં ઉતરતા જ માત્ર 2 કલાકમાં સબમરીનનો સંપર્ક તૂટી ગયો હતો.મીડિયાના અહેવાલ મુજબ ટાઈટેનિકમાં બેઠેલા પાંચ લોકો સહિત સબમરીન ખાક હાલતમાં મળી આવી છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતુ. તે દરમિયાન આ અંગેની માહિતી આપતા નિષ્ણાતોએ કહ્યું હતુ કે સબમરીનમાં માત્ર ચાર દિવસ આરામથી ચાલે તેટલો જ ઓક્સિજન હતો પણ એક જ દિવસમાં તે સબમરીનમાં શું થયુ તેનું રહસ્ય અકબંધ છે. જોકે, તેની શોધખોળમાં ઉતારેલ રોબોટને આ સબમરીનનો કાટમાળ ટાઈટેનિક પાસે જ મળ્યો હતો.

આ સમગ્ર શોધખોળની કામગીરી એક કંપની દ્વારા કરવામાં આવી હતી જેમાં કેટલાક મોટા ઉદ્યોગપતિઓ સબમરીનમાં બેસીને સમુદ્રમાં ઉતર્યા હતા. જે સબમરીનમાં પાંચ લોકોને લઈને જતી સબમરીનમાં વિનાશક વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ તેનો કાટમાળ મળી આવ્યો હતો. ત્યારે તે સબમરીનમાં સવાર તમામ લોકો મૃત્યુ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com