મસાલા છાશ અનેક ગુજરાતીઓની પ્રિય છે. આ માટે તમારે ઘરની જ કેટલીક વસ્તુઓની જરૂર રહેશે. આ સરળતાથી બને છે અને સાથે જ અનેક ફાડા આપે છે. સામગ્રી:- દહી, લીલા મરચા, આદુ, જીરુ, સિંઘવ મીઠું, ચાટ મસાલો, કોથમીર, ફૂદીનો. રીત:- સૌ પહેલાં લીલા મરચાં, આદુ, જીરાને વાટી લો. તેની એક સ્મૂધ પેસ્ટ બનાવો. દહીં, પાણી, સિંધવ મીઠું, ચાટ મસાલો અને સાથે લીલા મરચાનો મસાલો મિક્સ કરો. કોથમીર અને ફૂદીનાથી ગાર્નિશ કરો અને ઠંડી છાશ પીઓ. તેનાથી મન પ્રફુલ્લિત રહેશે અને સાથે જ હેલ્ધી ડ્રિંકની મજા માણી શકશો., છાશમાં વિટામીન ડી, બી12 હોય છે., શરીરમાં લિક્વિડનું પ્રમાણ જાળવી રાખે છે., શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે., કેલ્શિયમ અને પોટેશિયમ પણ મદદ કરે છે., જમ્યા બાદ છાશ પીવી લાભદાયી છે.