આજે વિશ્વ ડ્રગ્સ દિવસ : રાજ્યમાં ૧૭,૩૫,૦૦૦ પુરુષો- ૧,૮૫૦૦૦ મહિલાઓમાં ડ્રગ્સના બંધાણી : હિરેન બેંકર

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર

ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સ – નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવાવામાં આવે, વહેલીતકે પોલીસકર્મીઓની ભરતી કરે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લે તેવી કોંગ્રેસની માંગ : એક લાખની જન સંખ્યા માટે માત્ર ૧૨૭ પોલીસકર્મી :છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૬૪૫૬૧ હજાર કીલો ડ્રગ્સ, ૯૮૬ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૨૯૭૮ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા

અમદાવાદ

૨૬ જુન એટલે વિશ્વ ડ્રગ્સ દિવસ ડ્રગ્સ-નશાકારક પદાર્થોથી દુર રહેવા લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી થાય છે ત્યારે ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના ફુલેલો ફાલેલો કારોબારને કારણે રાજ્યના યુવાનોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર જણાવ્યું હતું કે રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય અને ભાજપ સરકાર વાહવાહી લુટે પરતું પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે? છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ૬૪૫૬૧ હજાર કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે ૯૮૬ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા ૭૨૯૭૮ ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે.મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કયા હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ચિંતા જનક છે .રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશનાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે ૧૯૬ પોલીસ જવાનની જરૂર જેની સામે હાલ માત્ર ૧૫૨ પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે ૧૭૪ પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર ૧૧૭ પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે. નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સ – નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવાવામાં આવે, વહેલીતકે પોલીસકર્મીઓની ભરતી કરે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લે તેવી કોંગ્રેસની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com