ઉત્તર પશ્ચિમ ઝોનમાં અતુલ બેકરી સહિત ૬૪ જેટલાં એકમો તપાસતાં, ૩૯ નોટીસો ઇશ્યુ કરી ૫૨,૫૦૦ દંડ વસુલાયો

Spread the love

અમદાવાદ

ઉત્તર પશ્ચિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ( કચરાપેટી) ખૂબ જ ગરમી ન રાખતા, જાહેર માર્ગો પર ગંદકી | ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી, સોલીડવેસ્ટ મેનેમજેમન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતાં એકમો / ઇસમો વિરૂધ્ધ જી.પી.એમ.સી. એકટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્રેના સો.વે.મે. વિભાગ ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા ઉપરોકત કાર્યવાહીના ભાગ રૂપે કુલ ૬૪ જેટલાં એકમો તપાસતાં, આ પ્રકારના કૃત્ય બદલ ૩૯ નોટીસો ઇશ્યુ કરી, ૧૦.૩ કિ.ગ્રા. પ્લસ્ટીકનો જથ્થો જપ્ત કરી, રૂા. ૫૨,૫૦૦ દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમજ ગંદકી કરવા બદલ જે એકમને સીલ કરેલ છે તેમાં અતુલ બેકરી, ગૌરવપથ રોડ, ચાંદલોડીયા, બ્લ્યુ બર્ડ, કલોથ શોપ, ગુરૂકુળ રોડ, થલતેજ ,મેડીકલ સ્ટોર, ઓકસફોર્ડ ટાવર, ગુરૂકુળ રોડ, ડ્રેગન ટેટુનો સ્ટોર, ગુરૂકુળ, મૌસમ કલોથ શોપ, ગુરૂકુળ રોડ, આરા કલોથ શોપ, ગુરૂકુળ રોડ, થલતેજનો સમાવેશ થાય છે. શહેરીજનોના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડાં કરતાં તેમજ જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના ઉમદા હેતુસર આગામી દિવસોમાં પણ અ.મ્યુ.કો. દ્વારા સખત પગલાં લેવાની કામગીરી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com