GJ-૧૮ ખાતે ભાજપના ૪૧ નગર સેવકો છે ,ત્યારે કોંગ્રેસના બે અને એક આમ આદમી પાર્ટીના, ત્યારે ભાજપના અનેક નગરસેવકોની બુમરાણ શરૂ થઈ ગઈ છે કે કામો થતા નથી ,પબ્લિક હોહા મચાવી રહી છે, ત્યારે સેક્ટર ૨૪ આંગણવાડી (હરસિધ્ધિ નગર સોસાયટી) ની સામે ગટર છેલ્લા પાંચ મહિનાથી ઉભરાતી હતી ,ત્યારે મનપા પોતે પાટનગર યોજના ઉપર પોટલું નાખતું ,ત્યારે આ પ્રશ્ને ચાર મહિનાથી આદુ ખાઇને પાછળ પડેલા અંકિત બારોટની પીપૂડી નહીં પણ પીપૂડો આખરે પાટનગર યોજના વિભાગમાં વાગ્યો છે ,બાકી પ્રજાના કામ માટે લડવાનું હોય તો શું કામ જાેર ના કરીએ, ત્યારે તંત્ર કેવું કામ કરે છે અને કામમાં વેઠ ન ઉતારે એટલે પોતે ઉભા રહીને સૂચના આપી રહ્યા છે. શહેરમાં ખોદકામ થી લઈને ગટરોના પ્રશ્ને બુમરાણ મચી છે, ત્યારે અનેક મહિલા નગર સેવકોના પતિને તો તંત્ર ગાઠતુ નથી, ત્યારે હવે કહેવું શું ? પણ ભાજપનું શાસન અને ભાજપના જ નગરસેવકોને પ્રજાના પ્રશ્ને પીપુડી ના વાગે એટલે ત્યારે ભારે હોહા મચાવી હતી ,ત્યારે ચાર મહિના થી પ્રજાના પ્રશ્ને આદુ ખાઈને પાછળ પડનારા નગરસેવક અંકિત બારોટની પીપૂડી નહિ પીપૂડો વાગ્યો અને આના કારણે આદુનો ભાવ પણ ૪૦૦ રૂપિયા કિલોએ થઈ ગયો.