માણેકચોક ખાણી પીણી બજાર,સિવીલ હોસ્પીટલ રોડ, દિલ્હી દરવાજાથી નમસ્કાર રોડ ગંદકી કરનાર સામે કાર્યવાહી
અમદાવાદ
મધ્યઝોન અ.મ્યુ.કો. સો.વે.મે. વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનરના આદેશ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (મધ્યઝોન)ના માર્ગદર્શન અને રાહબરી હેઠળ માર્ગો પર ગંદકીકર્તા/ ન્યુસન્સકર્તા ધંધાકીય એકમો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરતા એકમો વિરૂધ્ધ જી.પી.એમ.સી. એકટ અને હેલ્થ બાયલોઝ અતંર્ગત સઘન કામગીરી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્યઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને જી.પી.સી.બી. દ્વારા સયુંકત રીતે પ્રતિબંધિત પ્લાસ્ટીક અંગે જુદા જુદા વિસ્તારોમાં ૨૫ જેટલા તપાસ કરેલ જેમાં શાંતી ટ્રેડીંગ, અંબાજી મંદિરના ઢાલમાં, માધુપુરા, શાહીબાગ ખાતે અંદાજીત ૭૦ કી.ગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટીક મળેલ હોવાથી સદર એકમને અ.મ્યુ.કો. મધ્યઝોન સો.વે.મે. દ્વારા સીલ કરેલ છે.મધ્યઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલ મુખ્ય માર્ગો રીલીફ રોડ, ગાંધી રોડ, પુસ્તક માર્કેટ, માણેકચોક ખાણી પીણી બજાર, સિવીલ હોસ્પીટલ રોડ, દિલ્હી દરવાજાથી નમસ્કાર રોડ, મીનાબજાર રોડ, રત્નાસાગરથી પુજા હોસ્પીટલ રોડ, ઘી કાંટા રોડ વિગેરે જાહેર માર્ગ પર કચરો ફેંકી ગંદકી કરતા એકમો ખાતે તા.૧૬/૦૬/૨૩ થી તા.૨૫/૦૬/૨૦૨૩ સુધી જાહેર રોડ પર કચરો નાંખતા કુલ ૦૭ એકમોને સીલ કરવામાં આવેલ. હેલ્થ બાયલોઝ અતંર્ગત સઘન કામગીરી અંતર્ગત તા.૧૬/૦૬/૨૦૨૩ થી તા.૨૬/૦૬/૨૩ સુધી કુલ ૪૭૬ નોટીસ આપી રૂ. ૧,૯૦,૩૦૦ વહીવટી ચાર્જ વસુલ કરેલ છે અને ૧૦૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરેલ છે. આગામી સમયમાં જાહેર માર્ગો પર ગંદકી કરતા એકમો અને પ્રતિબંધિત પ્લાસ્ટીક, ચા પેપરકપનો વપરાશ કરતા એકમો વિરુધ્ધ કડક દંડનીય કાર્યવાહી ચાલુ રહેશે.