અમિત શાહે રાજસ્થાનના ઉદયપુરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

Spread the love

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના ઉદયપુરમાં રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતની નિંદા કરે છે. જો કોંગ્રેસ આ રસ્તે ચાલતી રહેશે તો નોર્થ ઈસ્ટની જેમ સમગ્ર ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થશે. અમિત શાહે કન્હૈયાલાલ કેસને લઈને રાજસ્થાન સરકાર પર પણ આરોપ લગાવ્યા છે.
અમિત શાહે કહ્યું કે અશોક ગેહલોતની સરકારે રાજ્યમાં વંશવાદ અને જાતિવાદનો વિકાસ કર્યો છે. સરકારે તુષ્ટિકરણની રાજનીતિ કરીને રાજ્યમાં હિંસાનો તાંડવ ઉભો કરવાનું કામ કર્યું છે. આ જ કારણ છે કે આજે રાજ્યની જનતા ક્ષોભમાં છે. પીએમ મોદીએ પોતાની સારી નીતિઓ દ્વારા દેશને પ્રગતિના પંથે આગળ ધપાવ્યો છે. અમારી વિચારધારાએ આ દેશને સુરક્ષિત બનાવ્યો છે.
તેમણે કહ્યું, પીએમ મોદીએ ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બનીને વિશ્વમાં સન્માન મેળવવાનું કામ કર્યું છે. કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારને પોતાની પ્રથમ પ્રાથમિકતામાં રાખ્યો છે. આપણા દેશની સરહદની સુરક્ષા એ દેશની સુરક્ષા છે, તેથી સરકાર સરહદ પર માળખાકીય સુવિધાઓ વધારવા માટે સતત કામ કરી રહી છે.
કન્હૈયાલાલ કેસને લઈને ગેહલોત સરકાર પર પ્રહાર કરતા શાહે કહ્યું કે આ સરકાર આરોપીઓને પકડવા પણ માંગતી ન હતી અને સુરક્ષા પણ નથી આપતી. NIAએ આરોપીઓની ધરપકડ કરી છે. 22 ડિસેમ્બર 2022ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે હાઈકોર્ટને વિશ્વાસમાં લઈને સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરી નહોતી નહીં તો કન્હૈયાલાલના ગુનેગારોને ફાંસીની સજા થઈ ગઈ હોત.
અમિત શાહે કહ્યું કે, આજના સમયમાં ન તો કોઈ આપણી તરફ આંખ ઉઠાવી શકે છે અને ન તો આપણી જમીનનો એક ઈંચ ટુકડો પણ લઈ શકે છે. અમારી વિચારધારાએ દેશને સુરક્ષિત બનાવ્યો છે. જણાવી દઈએ કે આ રેલીમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીપી જોશી સહિત અન્ય ઘણા મોટા નેતાઓએ પણ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com