મધ્યપ્રદેશની એક કોર્ટનો નિર્ણય હેડલાઇન્સમાં છે. અહીં, કોર્ટે એક વ્યક્તિને છેતરપિંડીના અલગ-અલગ કેસમાં દોષી ઠેરવ્યા બાદ 170 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે ત્રણ લાખ ચાલીસ હજાર (3,40,000) રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દોષિત ઠગની ઉંમર 55 વર્ષ છે. તેની સામે છેતરપિંડીના 34 કેસ નોંધાયા હતા.
જે વ્યક્તિ સામે કોર્ટે આ સજા સંભળાવી છે. તેનું નામ નાસીર મોહમ્મદ ઉર્ફે નાસીર રાજપૂત છે. સાગર જિલ્લા કોર્ટે છેતરપિંડીના દરેક કેસમાં તેને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે. ત્યારથી, તેણે છેતરપિંડીના 34 બનાવોને અંજામ આપ્યો હતો. આ કારણે તે 170 વર્ષ જેલમાં વિતાવશે. આ નિર્ણય સાગર જિલ્લા કોર્ટના જજ અબ્દુલ્લા અહેમદે આપ્યો છે.
કોર્ટે નાસિર મોહમ્મદને કલમ-420 હેઠળ દોષિત ઠેરવ્યો છે. આ ઉપરાંત છેતરપિંડીના દરેક કેસમાં 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તે મુજબ તેણે દંડ તરીકે રૂ.3,40,000 જમા કરાવવાના રહેશે. વાસ્તવમાં નાસીર મોહમ્મદે કુલ 72 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેણે ભેંસા ગામના 3 ડઝન જેટલા લોકો સાથે લાખોની છેતરપિંડી કરી હતી.
આરોપી સામે વર્ષ 2019માં ફરિયાદ નોંધાઈ હતી. જોકે, તે પરિવાર સાથે ઘરમાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસને ખબર પડી કે તે કર્ણાટક ભાગી ગયો છે. આ પછી, પોલીસે તેની 19 ડિસેમ્બર, 2020 ના રોજ કર્ણાટકના કુલબર્ગાથી ધરપકડ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે નાસિરે તેમની પાસેથી કપડાની ફેક્ટરી શરૂ કરવાના નામે લાખો રૂપિયા લીધા હતા. આ કેસમાં કહેવામાં આવી રહ્યું છે કે જેમ જ નાસિરની સજા પૂરી થશે, તેના પછી તરત જ બીજી સજા શરૂ થશે. આ રીતે તેણે 170 વર્ષ જેલમાં પસાર કરવા પડશે. નાસીર ગુજરાતના તાપીનો રહેવાસી હોવાનું કહેવાય છે. કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે નાસિર પાસે હજુ પણ વિકલ્પ છે. આ કિસ્સામાં તે નિર્ણય વિરુદ્ધ ઉચ્ચ અદાલતમાં જઈ શકે છે.
નાસિર સામે અલગ અલગ પ્રકારના ગુના નોંધાતા રહ્યા હતા અને તે ભાગતો રહ્યો હતો પરંતુ પોલીસની નજરમાંથી તે બચી શક્યો નોહતો. તે કર્ણાટક સુધી પહોંચ્યો હોવાના સમાચાર બહાર આવ્યા હતા જે બાદ પોલીસ વધુ એક્ટિવ થઈ ગઈ હતી. આખરે જ્યારે તે પકડમાં આવ્યો ત્યારે તેને મોટી સજા વિવિધ ગુનાઓ તળે ફટકારવામાં આવી અને તે 170 વર્ષ સુધી પોંહચી ગઈ હતી.
નાસીરને મધ્યપ્રદેશ કોર્ટે 170 વર્ષની સજા ફટકારી..
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments