જામનગર જિલ્લામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. જામનગરમાં એક દિવસમાં 13 ઈંચ વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ છે. વરસાદના કારણે જિલ્લામાં 5 વ્યક્તિના મોત થયા છે. રણજીતસાગર ડેમ પર સેલ્ફી લેવા જતા પિતા-પુત્રનું મોત થયુ છે. તો બીજી તરફ ધુંવાવ ગામમાં મકાનમાં પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મોત થયુ છે. તો ગુલાબ નગરમાં કેનાલ ડૂબી જતા એક કિશોરનું મોત થયું છે. જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં એક યુવાન ડૂબી જતા મોત થયુ છે. અનેક સોસાયટીના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી પલળી ગઇ છે. સતત વરસાદને કારણે જિલ્લાના છ ડેમ ઓવરફ્લો થયા છે. ઊંડ- 2, કંકાવટી અને રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે. પાણી ભરાતા જાંબુડાથી જોડીયા તરફનો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે.