ભરૂચ પોલીસે 7 મુન્નાભાઈને ઝડપી પાડ્યા

Spread the love

આજે ડોક્ટર્સ ડે ની વિશેષ રીતે ઉજવણી કરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ભરૂચ જિલ્લામાં વિશેષ અભિયાન હાથ ધરી 24 કલાકમાં 7 બોગસ તબીબોને ઝડપી પડી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઝોલાછાપ ડોકટરોએ દવાખાનાના પાટિયા લટકાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા માંડ્યા હતા. SOG ના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીની ટીમે જિલ્લાભરમાં આ બોગસ તબીબોને ઝડપી પાડવા તપાસ અભિયાન ચલાવ્યું હતું. તબીબી જ્ઞાનના અભાવે હાઈ ડોઝની દવાઓ આપી આ કહેવાતા તબીબોએ લોકો માટે જીવનું જોખમ ઉભું કરી દીધું હતું. પોલીસે IPC અને ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક ભરૂચ ડૉ.લીના પાટીલની સુચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટરો” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ. એ.એ.ચૌધરીનાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ. આર.એલ.ખટાણા તથા પો.સ.ઈ. આર.એસ.ચાવડા નાઓએ અલગ-અલગ ટીમો બનાવી પોલીસ કર્મચારીઓ સાથે ભરૂચ શહેર “એ”ડીવીઝન પો.સ્ટે.,નબીપુર પો.સ્ટે., અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન, અંકલેશ્વર શહેર બી ડીવી પો.સ્ટે.,વેડચ પો.સ્ટે., વાગરા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન તપાસ અભિયાન હાથ ધર્યું હતું.પોલીસે માહિતી મેળવી કુલ-7 દવાખાના આરોગ્ય અધિકારીઓને સાથે રાખી ચેક કરતા કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓઅને ઇન્જેકશન સાથે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 7 શખ્શો હાથ લાગ્યા હતા. આ તમામ પાસેથી કુલ રૂપિયા 1.70 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ ૩૩૬ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૩ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com