કેન્દ્ર સરકાર તાત્કાલીક પણે જે સહાય ચુકવવી જોઈએ તે ચુકવવામાં ગુજરાતને સંપૂર્ણ અન્યાય કરી રહી છે
વાવાઝોડાના અસરગ્રસ્ત પરિવારોને જે કેશડોલ્સની રકમ સરકારે જાહેર કરી છે તે ખુબ જ ઓછી
ભોગ બનનાર પરિવારોને ૧૦-૧૦ લાખનું વળતર ચુકવવામાં આવે અને ગંભિર રીતે ઘાયલ થયેલાને ૫ લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી કૉંગ્રેસની માંગ
અમદાવાદ
બિપોરઝોય વાવાઝોડામાં થયેલ નુકસાન, અસરગ્રસ્તોની વ્યથા સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોએ વિવિધ જીલ્લાઓની રૂબરૂ મુલાકાત બાદ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વાવાઝોડા બાદ નુકસાનીની જાત માહિતી માટે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠામાં મુલાકાત કરી, સ્થળ પર પરિસ્થિતિ એવી છે કે સરકાર પાકની નુકસાની પૂછે છે પાક બાજુમાં રહ્યો પણ ખેતર, પશુના સ્થળો, રહેવાની જગ્યા, બોર, વસાહત, તબેલાની જગ્યાએ કશું જ રહ્યું નહિ, મોટા ખાડા થઈને આખું વહેણ બની ગયું છે, જમીન ૮ ફૂટ કરતા પણ વધુ નીચે બેસી ગયું, સરકારે લોકોને સ્કૂલોમાં ખસેડ્યા અને કહ્યું કોઈએ બહાર નીકળવું નહિ, જે લોકો સલામત સ્થળે હતા ત્યાં જમવાની વ્યવસ્થા સામાજિક આગેવાનો, સ્વેચ્છીક સંસ્થાઓએ કરી, સરકારે જમવાની જે વ્યવસ્થા કરવાની હોય તે પણ ફરજ ચુકી ગયુ, બાળકો અને મહિલાઓ અને વૃધ્ધો વધુ પરેશાન થયા. કેશડોલ, પશુ માટે સહાય નહિ, મકાન માટે સહાય નહિ, હજારો એકર જમીન ધોવાણનું સર્વે કરાયો નહિ, સરકાર કહે છે એક પણ માણસનું મૃત્યુ થયું નથી પણ હકિકતમાં સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, બનાસકાંઠાના ત્રણ ગામમાં ૨૨૦ પશુઓના મૃત્યુ થયા, ૧૮૫૦ ખેડૂતોની જમીન ધોવાઇ, ૪૫૮ ખેડૂતોના પાક ધોવાઇ ગયા, ૪૩૭ પાકા, કાચા મકાનો ધોવાઇ ગયા, ૯ બોર આખા સાફ થઈ ગયા, ૯૦૦ ખેતરોમાં ટપક સિંચાઇની પાઇપ ધોવાઇ, ૭૦ દુકાનોમાં ૨૫ થી ૩૦ લાખનું નુકસાન, લારી, ગલ્લા, રેકડી તણાઈ ગયું તેમ છતાં કોઈ સર્વે નહિ, પશુ ધન તણાઈ ગયું તેમ છતાં સરકાર વાત સાંભળવા તૈયાર નહિ, રાધનપુરના ગામ અને તાલુકામાં અઠવાડિયે પીવાનું પાણી મળે છે, ૪૦ થી ૫૦ કરોડનો ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ખેતરોમાં મકાનોના છાપરા ઉડ્યા તેને કોજ વળતર નહિ, ભેસોના તબેલા સાફ થાય તેમને કોઈ વળતર નહિ, ૧૮ ગામમાં રાજસ્થાનના પાણીનો વહેણ આવે ત્યાં સર્વ જ નથી થયો, સેટેલાઈટ થી વહેણ અને રેતી દેખાય તો જ જમીન માપણી કરતા હોવાનું અધિકારીઓ કહે છે. વાવાઝોડાના અસરગ્રસ્ત પરિવારોને જે કેશડોલ્સની રકમ સરકારે જાહેર કરી છે તે ખુબ જ ઓછી છે અને ખરા અર્થમાં જેટલા દિવસો તેઓ પ્રભાવિત થયા હતા તેની પુરતી રકમ મળી રહી નથી. તમામ નાના લોકો કે જે રોજનું કમાઈને પરિવારનું ગુજરાન કરે છે તેમનું સદંતર નુકસાન હોવા છતાં હજુ સુધી તેમને નક્કર સહાય કરવામાં આવી નથી જે થોડાક લોકોને સહાય ચુકવી તે પણ નજીવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જામનગર, દ્વારકાની મુલાકાત લીધી, દરિયાઈ વિસ્તારમાં જે બોટ હોય તેમાં ખૂબ મોટું નુક્સાન થયું, માછીમારોની બોટમાં એક લાખથી ૫ લાખનું નુકસાન થયું, નાની બોટમાં ૫૦ હજારથી ૧.૫ લાખ નુકસાન થયું, માછીમારોની નેટ પણ તણાઈ ગઈ તેમાં પણ નુકસાન થયું, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિતના દરિયાઈ કાંઠે માછીમારોની બોટોને મોટુ નુકસાન, એન્જીન વગરની સાદી બોટોને પણ નુકસાન, ૨૦ થી ૨૫ દિવસથી માછીમારી વિના જીવન પસાર કરવુ આમ કુલ મળીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સરકાર આ દિશામાં હજુસુધી માત્ર જાહેરાતો કરે છે પણ ચુકવણું થતુ નથી. દરિયાકાંઠાના મકાનોના છાપરા ઉડી ગયા, લોકો હજુ વરસાદમાં છાપરા વગરના મકાનમાં રહે છે, જામનગર શહેરમાં હાઉસિંગના મકાન પડતાં એક પરિવારે જીવ ગુમાવ્યો, સરકારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ કરી નથી, મકાન તૂટ્યા પછી તંત્રનો એક પણ માણસ સ્થળે ન ગયું, કોંગ્રેસ પક્ષે ભોગ બનનાર પરિવારને રૂબરૂ મળીને સાંત્વના આપી અને અનાથ દિકરીઓને ૫૧-૫૧ હજારની મદદ કરવામાં આવી, ભાજપ સરકાર વાતો કરે છે પણ જે મદદ કરવી જોઈએ તે કરતી નથી. કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે ભોગ બનનાર પરિવારોને ૧૦-૧૦ લાખનું વળતર ચુકવવામાં આવે અને ગંભિર રીતે ઘાયલ થયેલાને ૫ લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે. વાવાઝોડાને લીધે ખાસ કરીને ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો બેઘર થયા છે તેમની ઘરવખરી નાશ પામી છે તે તમામને તાત્કાલીક વળતર ચૂકવવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાની મુલાકાત કરવામાં આવી, બાગાયતી ખેતી, આંબા, ખારેક, કેળાના પાકોને નુકસાન, પાક લેવાની તૈયારીમાં તમામ પાક નાશ પામ્યો, ખેડૂતોની માંગણીનો યોગ્ય સર્વે કરવાંમાં નથી આવ્યો, વિજળીના થાંભલા પડ્યા ત્યારે ખેડૂતોએ પોતે વ્યવસ્થા કરી, જે ખેડૂતોના વૃક્ષોને ખુબ મોટા પાયે નુકશાન થયેલું છે તે નુકશાનીની આકારણી કે વળતર હજુ સુધી યોગ્ય રીતે અપાયું નથી. સરકારે જાહેરાત કરી પણ અધિકારીઓ અને સર્વેની ટીમ સ્થળ ઉપર સર્વે કરી રહી નથી. માછીમારોએ દરિયામાં ગુજા મૂક્યા, એક એક ગુંજા ની કિમંત ૨ લાખથી વધુ થાય તેનું પણ નુકસાન, ભાજપના આગેવાનોએ કહ્યું તમે કયા એમને મત આપો છો તો અમે મદદ કરીએ, માછીમારોને કાર્ડ, પાક નુકસાન નો સરખો સર્વે આવે તો માનવતાનું કાર્ય કહેવાશે, રાજકારણથી વિશેષ દુર્ભાગ્ય ગુજરાતનું હોય ન શકે, મહા આફતના સમયે રાજકારણ ભૂલી રાહત કરવી જોઇએ, પણ ભાજપ સરકાર કુદરતી આફતના સમયે પણ રાજનીતિ કરીને ભેદભાવ કરે તે કેટલે અંશે વ્યાજબી ? બિપોરઝોય વાવાઝોડાને કારણે થયેલ ભારે નુકસાનનો પ્રાથમિક આંકડો જ ૨૫ હજાર કરોડ કરતા વધુનો થાય છે. કેન્દ્ર સરકારે તાત્કાલીક પણે જે સહાય ચુકવવી જોઈએ તે ચુકવવામાં ગુજરાતને સંપૂર્ણ અન્યાય કરી રહી છે. બિપોરઝોય વાવાઝોડાના લીધે સમગ્ર રાજ્યમાં જે જીલ્લાઓમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયા તે જીલ્લાઓમાં લોકોને ન્યાય મળે અને સરકારી તંત્ર તરફથી સહાય મળે તે બાબતે ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પક્ષના આગેવાનોને જે તે જીલ્લામાં મુલાકાત લઈ અસરગ્રસ્તોની વ્યથા સાંભળવાની જવાબદારી સોંપી હતી જેના ભાગરૂપે (૧) બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, સેવાદળના રાષ્ટ્રિય સંગઠકશ્રી લાલજીભાઈ દેસાઈ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી જીગ્નેશભાઈ મેવાણી, (૨) કચ્છ જીલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી લલિતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્યશ્રી જાવેદભાઈ પીરઝાદા તથા પૂર્વ ધારાસભ્યશ્રી નૌશાદભાઈ સોલંકી, (૩) જામનગર અને દ્વારકા જીલ્લામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અમરીશભાઈ ડેર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા પૂર્વ ધારાસભ્યશ્રી લલિતભાઈ વસોયા, (૪) પોરબંદર જીલ્લામાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણી, વરિષ્ઠ આગેવાનશ્રી ભીખુભાઈ વારોતરિયા તથા કિસાન સેલના અધ્યક્ષ પાલભાઈ આંબલિયા સહિત સ્થાનિક આગેવાનોની કોંગ્રેસ પક્ષની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મળીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતાં. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પુષ્કળ ફરિયાદો કોંગ્રેસને મળી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, સહકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા પાર્થીવરાજસિંહ કઠવાડીયા ઉપસ્થિત રહ્યાં હતાં.