અભિનેતાઓ એપ્લિકેશનને પ્રમોટ કરી રહ્યા છે એનો વિરોધ કરી દેશના યુવાધનને જુગારથી બચાવવામાં આવે એવી માંગણી સાથે નારોલ ખાતે ધરણા પ્રદર્શન
અમદાવાદ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રોહન ગુપ્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ સોની, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મિડિયા કોર્ડીંનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. અમિત નાયક તથા શહેર કોર્પોરેટરો અને શહેર આગેવાનોની ઉપસ્થિતીમાં ઓન લાઇન ચાલતા જુગાર પર તાત્કાલિક રોક લગાવવા માં આવે અને જે અભિનેતાઓ આવી એપ્લિકેશન ને પ્રમોટ કરી રહ્યા છે એનો વિરોધ કરી દેશના યુવા ધનને જુગારથી બચાવવામાં આવે એવી માંગણી સાથે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સરકારને ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવા માગણી કરવામાં આવી તથા ઓનલાઈન જુગારના રાક્ષસનું દહન કરવામાં આવ્યું.દેશમાં ઓનલાઈન સટ્ટા અને જુગારની એપ્લિકેશનના કારણે દેશ નું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે તાજેતરમાં આ એપ્લિકેશન ના કારણે ઘણા યુવાનોએ નાદાન થઈને આત્મહત્યા સુધીના પગલાં લીધેલા છે વળી આવી એપ્લિકેશનની જાહેરાત માટે પણ ફિલ્મસ્ટારોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને લોકો તેમની વાતોમાં આવીને આ એપ્લિકેશનમાં પોતાના રૂપિયા બરબાદ કરી રહ્યા છે. જો પોલીસ લોકોને ઘરમાં તીનપત્તિ કે અન્ય જુગાર રમવા પર ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કરતી હોય તો શા માટે ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશન સામે કાર્યવાહી થતી નથી? સરકારશ્રીએ તાકીદે પગલા લઈને ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે મોટા ભાગની ઓનલાઈન ગેમ હોય છે તેમાં આ પ્રકારની જુગારની લત લાગતી ગેમિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઑફિશિયલ ઉંમર ૧૮ વર્ષની છતાં ૧૭ વર્ષના અને તેનાથી નાના દીકરા – દીકરીઓ પણ કેવી રીતે આ ગેમ ડાઉનલોડ કરી શકે? તે મુખ્ય તપાસની વાત છે. તરુણ યુવાનોના મગજ સાથે સાયકોલોજીકલ રમત રમી આ પ્રકારના કાદવમાં તેમને ફસાવવામાં આવે છે. ગુજરાતમાં ૩ વર્ષમાં સાઇબર ક્રાઈમના ૩૬૦૩ ગુના નોંધવામાં આવ્યા પરંતુ એક પણ ગુન્હામાં કોઈને સજા થઇ નથી. IT કાયદા હજી કેમ એટલા મજબૂત નથી થયાં કે ઓનલાઈન ફ્રોડ કરતાં આરોપીઓને પકડે અને સજા આપે? સોશ્યલ મિડીયાએ વરદાન અને અભિશાપ બન્ને છે આ માટે સરકાર અને સમાજ બન્નેએ એક બીજાના અંગ બનીને કામ કરવું જરૂરી બને છે.૧૮૬૭ના પબ્લિક ગેમિંગ એક્ટ મુજબ રાજ્યોને જુગાર ન રમવા માટે કાયદો બનાવવાની સત્તા છે. ગુજરાતે પણ કર્ણાટક, છત્તીસગઢ અને તમિલનાડુની જેમ ઓનલાઈન ગેમ્બલિંગ પર પ્રતિબંધ મુકવો જોઈએ અમદાવાદ ખાતે આયોજિત ઓનલાઈન ગેમ્બલિંગ સામેના ધરણા-પ્રદશનમાં કોર્પોરેટર જુલ્ફીખાન પઠાણ અને વોર્ડ પ્રમુખ ઘનશ્યામ પરમાર, હર્ષ યાજ્ઞિક, મોટી સખ્યાંમાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.