પશુપાલકોને દિવાળી પહેલાં જ બોનસ : દૂધસાગર ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો

Spread the love

આજે મહેસાણા દૂધસાગર ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પશુપાલકોને દૂધ ફેટના ભાવમાં રૂપિયા 10 નો વધારો જાહેર કરાયો છે. દૂધસાગર ડેરીનું ટર્નઓવર 6000 કરોડ પહોંચાડ્યું છે. હવેનો લક્ષ્યાંક 8500 કરોડ છે. દૂધસાગર ડેરી સામે ચાલતા સુષુપ્ત વિરોધ વચ્ચે વિવાદ વિના સાધારણ સભા પૂર્ણ થઈ હતી. મહેસાણા દૂધસાગર ડેરીની આજે 63મી અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસિયેશનની 56 મી વાર્ષિક સાધારણ સભા દૂધસાગર ડેરી હોલ ખાતે યોજવામાં આવી હતી. દૂધસાગર ડેરીના હાલના સત્તાધીશો સામે સુષુપ્ત અવસ્થામાં ચાલતા વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધારણ સભા યોજવામાં આવી હતી. દૂધસાગર ડેરીની 63મી સાધારણ સભામાં પશુપાલકોના હિતમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં પશુપાલકો માટે કિલો દૂધ ફેટ ભાવમાં રૂપિયા 10 નો વધારો કરી કિલો દૂધ ફેટનો ભાવ રૂપિયા 810 કિલો કરવામાં આવ્યો છે.તેમજ રેકોર્ડ બ્રેક 375 કરોડ રૂપિયા વાર્ષિક નફો પશુપાલકોને વહેંચવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ દૂધસાગર ડેરીનું દૂધ ઉત્પાદન રોજીંદુ 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક જાહેર કરાયો છે. તો વળી ડેરીનું ટર્નઓવર 5000 કરોડથી વધારી આ વર્ષે 6000 કરોડ પહોંચાડ્યું છે અને ડેરીનું હવેનું ટર્ન ઓવર 8500 કરોડ લક્ષ્યાંક પાર કરવાની જાહેરાત દૂધસાગર ડેરી ચેરમેન દ્વારા કરવામાં આવી છે.તો સાથે જ સોશિયલ મીડિયામાં થતા આક્ષેપો મુદ્દે અશોક ચૌધરીએ જણાવ્યું કે, જેને પણ શંકા હોય તે ડેરીના વહીવટ ઉપર તે રૂબરૂ આવીને ચોપડા ચેક કરી શકે છે. ડેરીનું 6000 કરોડનું ટર્ન ઓવર પહોંચાડ્યું છે. હવે 8500 કરોડના ટર્નઓવર કરવાનો લક્ષ્યાંક છે. દૂધ ઉત્પાદન રોજીંદુ 50 લાખ લીટર કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાની ઈચ્છા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com