રામે દીઠો રે મીઠો રોટલો ,કોઈને ખવડાવીને ખાય ,કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય એ જ સાચો જીવડો આજના યુગમાં કોઈની પાસે સમય નથી ,પણ સમય કાઢીને સેવા કરવી એ સૌથી મોટું પુણ્ય છે ,ચોરે બેસીને ગામના ઓટલા તોડવા, ગામની પારકી પંચાયતથી દૂર સેવા કરવા દોડી જવું એ જ સાચો રસ્તો છે, ઘણા લોકો રિટાયર્ડ બાદ વિચારતા હોય છે, કે શું કરીશું ,કુદરતે જે આપ્યું છે, તેમાં સંતોષ માનીને કાંઈક કોઈના માટે કરવાવાળી વ્યક્તિઓ ખૂબ જ જૂજ છે ,આજે દેશમાં મોટી દોડ લાગી છે. અબજો પતિઓ બનવાની ,પોતાનું નામ પૈસા પાત્ર (રિચ) તરીકે Fores મેગેઝીનમાં આવે તે માટે રાત દિવસ ઉદ્યોગપતિઓ મથી રહ્યા છે, ત્યારે આજે આજની પેઢી પણ પૈસા પાછળ જ લાગેલી છે, આજની પેઢીને દવાખાનું ,બીમારી, સ્મશાન ,દુઃખ ,સમસ્યા આ પ્રશ્નની ખબર જ નથી ,2000 ની સાલ પછી જન્મેલાને તો શાળાએ પણ લેવા મુકવા અને દફ્તર ઉચકનારા મા બાપ આવતા હોય, બાકી દુઃખ બતાવવું જરૂરી છે, ત્યારે ભારત દેશ ભલે ગરીબીમાં વધારે વસ્તી હોય પણ કોઈ ભૂખે ન સુવે તેનું કારણ હજુ માણસાઈ જીવી રહી છે, સેવા કરવાવાળી જૂની પેઢી હજુ હયાત છે ,પણ હા, બધાને ખબર છે કે ઉપર ડોલર રૂપિયો ,કરન્સી, બંગલો ગાડી કશું લઈ જવાનું નથી, પણ આ વાત કોઈને સમજાતી નથી ,ઉપર ફક્ત કર્મનો ચોપડો જેમનો ડેટા હોય તે જાય છે ,ટાટા ,બિરલા ,અંબાણી ,અદાણીથી લઈને અને ઉદ્યોગપતિઓ છે, પણ કોઈ કશું ઉપર લઈ ગયું અને કોઈ કશું લઈ જવાનું નથી ,આ માર્મિક શબ્દ લોકોને ખબર હોવા છતાં સમજાતું નથી અને સમજતા નથી, આજની પેઢી પૈસા એશ આરામ પાછળ દોડી રહી છે, કર્મની ચર્ચા કરીએ તો દૂર ભાગે, આજની પેઢીને કહો કે કાલે અહીંયા આ મંદિરે જવાનું છે, તો નહીં આવે, મોલમાં જવાનું કહો તો તૈયાર ,મંદિર નહીં મોલ જોઈએ છે.