મોડી રાત્રીના જાહેરમાં પાર્ક કરેલ ટુ વ્હિલરોના લોક તોડી ચોરી કરતા ઈસમને ઝડપી પાડતી રામોલ પોલીસ

Spread the love

ચોરી કરેલ અલગ અલગ બે ટુ વ્હિલરો મળી કુલ્લે કીમત રૂપીયા ૪૫,૦૦૦ના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો

અમદાવાદ

અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-૫ સાહેબ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ” ડીવીઝન સાહેબની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર શ્રી સી.આર.રાણા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તા:૦૨/૦૭/૨૦૨૩ ના રોજ પો.સ.ઈ એચ.એ.રાયજાદા તથા એ.એસ.આઈ મહેન્દ્ર દાજીરાવ બ.નં.૭૮૦૪ તથા સ્ટાફના માણસો સાથે મિલકત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ બ.નં.૧૦૩૪૧ તથા પો.કો નિરવભાઈ રાજેશભાઈ બ.નં.૧૨૦૪૫ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે રામોલ સીટીએમ એક્ષપ્રેસ હાઈવે બ્રીજની નીચે પંચો સાથે રૂબરૂ જઈ તપાસ કરતા આરોપી સૈયદઅલી ઉર્ફે સયદુ ઉર્ફે ચોર મંસુરઅલી સૈયદ ઉવ:૨૯ રહે:વાણીયાવાસ રામોલ ગામ અમદાવાદ શહેર ને પોતાના કબજામાં કોઈ આધાર પુરાવા કે કાગળો વગર અલગ અલગ ટુ વ્હિલરો નં.૧ હોન્ડા એક્ટીવા નંબર જીજે.૨૭.બીજી. ૧૮૧૨ કીમત રૂપીયા ૨૫૦૦૦/- તથા નં.ર હીરો હોન્ડા પેશન મો.સા નંબર જીજે.૦૧.એલબી.૬૨૬૧ કીમત રૂપીયા ૨૦૦૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૪૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી બન્ને ટુ વ્હિલરો ના આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય જેની માલીકી બાબતે પુછપરછ કરતા પોતે જણાવેલ કે પોતે અગાઉ ચોરી તથા લુટના ગુનામાં પકડાયેલ હોય અને હાલ જામીન ઉપર છુટેલ હોય અને તેની પાસે કોઈ કામ ધંધો ન હોય જેથી પોતે ચોરી કરવાનુ નક્કી કરેલ અને તા:૨૮/૦૬/૨૦૨૩ ના રોજ મોડી રાત્રીના પોતે રામોલ પુષ્પ હાઈટ્સ તરફ ગયેલ અને ત્યા એ બ્લોકના પાર્કીંગમાં વાહનો પાર્ક કરેલ હોય જેથી ઉપરોક્ત એક્ટીવામાં પોતાની પાસે રહેલ જુની ચાવી લગાવતા એક્ટીવાનો લોક ખુલી ગયેલ જેથી સદર એક્ટીવા ચોરી કરી લઈ ગયેલ અને એક્ષપ્રેસ હાઈવે બ્રીજની નીચે મુકી દીધેલ બાદ તા:૨૯/૦૬/૨૦૨૩ ના રોજ મોડી રાત્રીના પોતે ઘરેથી બહાર નીકળેલ અને સોસાયટીમાં ઉપરોક્ત પેશન મો.સા પાર્ક કરેલ હોય અને આજુબાજુમાં કોઈ હાજર ન હોય જેથી પોતે પેશન માં જુની ચાવી નાખતા લોક ખુલી ગયેલ જેથી તે પેશન ચોરી કરી લઈ ગયેલ અને એક્ષપ્રેસ હાઈવે બ્રીજની નીચે મુકી દીધેલ હોવાનુ જણાવી બન્ને વાહનો ચોરી થયેલ હોવાની કબુલાત કરતા ઉપરોક્ત બન્ને વાહનો ચોરી બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૭૪૭/૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબ તથા ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૭૪૮/૨૩ ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનાઓ દાખલ થયેલ હોય જે બન્ને ગુનાઓના કામે ઉપરોક્ત બન્ને ટુ વ્હિલરો કબજે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com