કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલ રાજુ ગેંડી વિરુદ્ધ 100થી વધુ ગુનાઓ નોંધાઇ ચૂકેલા છે અને 18 જેટલી પાસા હેઠળ સજા ઓન ભોગવી ચુક્યો છે. પણ સરદારનગરમાં રોફ જમાવીને આતંક મચાવનાર કુખ્યાત બુટલેગર વોન્ટેડ હોવાથી ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે સરદાર નગર વિસ્તારમાંથી ઝડપી કૃષ્ણ નગર પોલીસને હવાલે કર્યો છે.પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપી કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી છે. જેણે સરદારનગર વિસ્તારમાં ડર અને દહેશત ફેલાવીને આંતક મચાવેલો. હાલ બુટલેગર રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એરપોર્ટ અને ક્રુષ્ણનગરના બે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી રાજુ ગેંડી ની ક્રાઈમ કુંડળી ની વાત કરીએ તો 12 વર્ષની ઉંમરથી ગુનાખોરીમાં પ્રવેશ કરી રાજુ ગેંડી દારૂના ધંધાનો મોટો બુટલેગર બની ગયો. છેલ્લા 35 વર્ષથી દારૂના ધંધા સાથે સંડોવાયેલ છે.તેની વિરુદ્ધ 100થી વધુ ગુના નોંધાયા છે. જ્યારે 18 જેટલી પાસા પણ કરવામાં આવી છે. તડીપાર થયા બાદ પણ બિન્દાસ સરદારનગર વિસ્તારમાં રોફ જમાવતો હતો. જેની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. તાજેતરમાં સરદારનગરમાં રહેતા કાપડના વેપારી લલીતભાઈ રાઘાણી ઘર નજીક રાજુ ગેંડી અને તેમના બે પુત્ર રવિ ગેંડી અને વિકી ગેંડીએ અગાઉની ફરિયાદમા સમાધાન કરવા બાબતે ઝઘડો કરીને હુમલો કરેલો. આ ઉપરાંત ડિજી વિજિલન્સ દ્વારા સરદારનગરમાં ઔડા કોમ્પ્લેક્સ માં એક દુકાનમાં રેડ કરી હતી. જેમાં પકડાયેલ આરોપીની પૂછપરછ માં રાજુ ગેંડીનું નામ ખુલ્યું હતું. આ બે કેસમાં વોન્ટેડ રાજુ ગેંડીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને એરપોર્ટ પોલીસને સોંપ્યો હતો.આ હુમલા કેસમાં જામીન બાદ કૃષ્ણનગર પોલીસે દારૂ કેસમાં ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીના આંતકથી સરદારનગરના વેપારીઓ ભયભીત હતા. રાજુ ગેંડીની સાથે તેના બે પુત્ર વિકી ગેંડી અને રવિ ગેંડી વિરુદ્ધ પણ અનેક ગુના નોંધાયા છે.જેથી ક્રાઇમ બ્રાન્ચે પિતાની ધરપકડ બાદ તેમના પુત્રોને પણ જેલના સળિયા પાછળ ધકેલવા જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.