અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર તથા એ.ટી.એસ. ગુજરાત રાજયના ઉચ્ચ અધિકારીશ્રીઓએ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતાં બાંગ્લાદેશી નાગરીકોની તપાસ કરી મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ જે અન્વયે નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર નાઓના સીધા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી યુ.એચ.વસાવા નાઓની સૂચનાથી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એસ.યુ.ઠાકોર નાઓ તેઓના સ્કોડના તથા બીજા સ્કોડના સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેરના ચંડોળા તળાવ, શાહઆલમ વિસ્તારમાં ઉપર મુજબની કામગીરી કરવા સારૂ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ટીમના માણસોને મળેલ બાતમી અધારે ચંડોળા તળાવ, શાહઆલમ વિસ્તારમાંથી શકમંદ ૦૨ ઇસમોને મળી આવતા તેઓને એસ.ઓ.જી. કચેરી ખાતે લાવી તેઓની ઉંડાણપૂર્વક પુછ પરછ કરતા તેઓ પાસે ભારતીય નાગરીકતાના કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવેલ અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કરેલ હોવાનું જણાવતાં હોય જે બંન્ને બાંગ્લાદેશી નાગરીકોને ડીટેઇન કરવામાં આવેલ અને સદરી ઇસમો કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ? તે દિશામાં હાલમાં તપાસ ચાલું છે.
નજર કેદ કરેલ બાંગ્લાદેશી નાગરીકો
1. અફજલ રિઝાઉલ મુન્શી ઉ.વ.૩૫ ધંધો-કડીયાકામ હાલ રહે-અમ્મા મસ્જીદની પાસે કાચા છાપરામાં, ચંડોળા તળાવ, શાહઆલમ, અમદાવાદ શહેર મુળ વતન-ગામ-ભદ્રોબીલા થાણુ: નોરાઈલ, જિલ્લો:નોરાઈલ, બાંગ્લાદેશ
2. મુકુલ મોહબ્બત શરીફ ઉ.વ.૨૩ ધંધો-વેપાર હાલ રહે-અમ્મા મસ્જીદની પાસે કાચા છાપરામાં, ચંડોળા તળાવ, શાહઆલમ, અમદાવાદ શહેર મુળ વતન-ગામ-દિગોલીયા થાણુ: લોહાગડા, જિલ્લો:નોરાઈલ, બાંગ્લાદેશ