સ્ટેટ જીએસટી વિભાગની મોબાઇલ સ્કોવોડ દ્વારા ગુંદરી ખાતે જીરૂ ભરેલ શંકાસ્પદ વાહન ડીટેન કરવામાં આવ્યું
અમદાવાદ
તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગની મોબાઇલ સ્કોવોડ દ્વારા ગુંદરી ખાતે જીરૂ ભરેલ શંકાસ્પદ વાહન ડીટેન કરવામાં આવેલ. સદર વાહનની સાથે ફક્ત માલનું વેચાણ બિલ રજુ કરવામાં અવેલ હતું. વાહન ડીટેનના સમયે વેચનાર દ્વારા ઇ-વે બિલ જનરેટ કરવામાં આવેલ ન હતું. બાદમાં સદર બિલની ચકાસણી કરતાં વેચાણ બિલ બોગસ પેઢીનું જણાયેલ. વાહનનાં ફિઝીકલ વેરીફીકેશન દરમ્યાન બિનહિસાબી માલની રવાનગી કરનાર વેપારીની વિગત મળી આવી હતી.જેથી વિભાગ દ્વારા સદર બોગસ પેઢીના દર્શાવેલ ધંધાના અમદાવાદ ખાતેના સ્થળે તથા રહેઠાણના જુનાગઢ ખાતેના સ્થળે તથા બિનહિસાબી માલની રવાનગી કરનાર વેપારીના ઉંઝા ખાતેના સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી.સદર સ્થળતપાસની કામગીરીમાં બિલ મુજબની પેઢી બોગસ પ્રસ્થાપિત થયેલ. વિભાગ દ્વારા ઉકત બોગસ પેઢી દ્વારા રવાનગી થઇ રહેલ માલની પેનલ્ટી તરીકે રૂ. ૬૭/- લાખ તથા બિનહિસાબી માલની રવાનગી કરનાર વેપારીના સ્થળેથી રૂ. ૩૩/- લાખ મળીને કૂલ રૂ. ૧/- કરોડની વસુલાત કરવામાં આવેલ છે.