દેશ અને દુનિયામાં બાળ શોષણના બનાવો બની રહ્યા છે ત્યારે આ પ્રકારના બનાવોનું આધુનિક નિવેડો આઇઆઇટી ગાંધીનગરના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ આપ્યો છે. વિદ્યાર્થીઓએ સેન્સર બેઝ ટેકનોલોજીથી કપડા, ડિવાઇસ અને એપ્લિકેશન તૈયાર કરી છે. જેમાં બાળકોને અણછાજતો સ્પર્શ થતાં જ એની માહિતી બાળકના વાલી સુધી પહોંચી જશે. ધી ગાર્ડિયન્સ નામની એપ્લિકેશન વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે.
TOI ના એક અહેવાલ મુજબ દેશના 50 ટકા કરતા વધારે બાળકો ક્યારેકને ક્યારેક માનસિક કે શારીરિક શોષણનો ભોગ બન્યા જ હોય છે. બાળ શોષણના કિસ્સાઓની તરત જાણ થાય એ માટે IIT ગાંધીનગરના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ વિશેષ ડિવાઇસ તૈયાર કર્યું છે. IIT માં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્લ્ડ ઓફ એન્જીનીયરીંગ માં પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ માટે પ્રોજેકટ તૈયાર કરવાના હોય છે.
જેમાં સામાજિક સમસ્યા શોધી એના પર કામ કરવાનું કહેવાયું હતું. બાળ શોષણના કિસ્સામાં બાળકો તેમના માતાપિતાને વાત નથી કરતા હોતા અને અંદરોઅંદર મૂંઝવણ અનુભવતા હોય છે. આ એક વિચાર સાથે વિદ્યાર્થીઓ નિષ્ણાત પ્રોફેસર પાસે પહોંચ્યા. વિદ્યાર્થીઓનો આઈડિયા અને નિષ્ણાત પ્રોફેસરના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ 6 અઠવાડિયામાં પ્રોજેકટ તૈયાર કર્યો છે.