આજે બીજે દિવસે પણ તપાસનો ધમધમાટ : દોઢ કરો ડરોકડ મળ્યાની ચર્ચા : દોઢ કરોડથી વધુ રોકડ રકમ મળી આવી હોવાનું ચર્ચાઇ રહયું છે
રાજકોટ
ગઇકાલે રાજકોટમાં નામાંકીત ટોચના ૩ જવેલર્સ ગૃપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા. જે આખી રાત ચાલુ રહયા બાદ સવારે ૧૧ વાગ્યાના સમયમાં પણ ચાલુ છે. રાજકોટમાં શિલ્પા જવેલર્સ, રાધીકા જવેલર્સ, જે.પી. એકસપોર્ટ ગ્રુપ અને જુનાગઢના જવેલર્સ ગૃપના ૩૦ થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા. અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડ સહીતના ૨૫૦ થી વધુ અધિકારીઓ ઇન્વેસ્ટીગેશન વીંગના અધિકારીઓ રાજકોટમાં પડેલા દરોડામાં તપાસ કરી રહયા છે.ગઇકાલે વહેલી સવારે દરોડા દરમિયાન જવેલર્સ ગ્રુપ સાથેના કનેકશનમાં વર્ધમાન ગૃપ અને અન્ય બે બિલ્ડર ગ્રુપ ઉપર પણ તપાસ લંબાવવામાં આવી છે.શિલ્પા જવેલર્સ ગ્રુપના કલકતા ખાતે આવેલા શો રૂમમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગના દરોડા દરમિયાન દોઢ કરોડથી વધુ રોકડ રકમ મળી આવી હોવાનું ચર્ચાઇ રહયું છે.આવકવેરા વિભાગના દરોડા આજે મોડી સાંજ સુધી ચાલુ રહેવાની શકયતા છે. જેમાં બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા સુત્રોએ વ્યકત કરી છે.