ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે બાકીના બે નામ જાહેર કર્યા

Spread the love

આખરે રાજયસભાની ચૂંટણી માટે ભાજપે બે નામ પરથી સસ્પેન્સ હટાવ્યુ છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે બાકીના બે નામ જાહેર કર્યા, બાબુ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ત્રણેય બેઠક ભાજપની છે. કેમ કે કોંગ્રેસ તરફથી કોઇ ફોર્મ ભરવામાં નહીં આવે.

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા ત્રણેય ઉમેદવારના નામ જાહેર થઇ ગયા છે. આ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકર દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરી દેવામાં આવ્યુ છે. ત્યારે હવે બાકીના બે નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આજે બપોર સુધીમાં જ આ બંને ઉમેદવાર ફોર્મ ભરે તેવી શક્યતા છે.
ભાજપ દ્વારા વાંકાનેરના રાજવી પરિવારમાંથી આવતા કેસરીસિંહ ઝાલા તેમજ બાબુ દેસાઇ પાટણમાંથી છે. આમ ભાજપે આ વખતે ઉત્તર ગુજરાતના ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યુ હોય તેવુ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com