રાહુલ ગાંધીએ ક્યારેય કોઈ જ્ઞાતિ ધર્મનું અપમાન કર્યું નથી એ હંમેશા બધાનું સન્માન કરે છે : શક્તિસિંહ
અમદાવાદ
કર્ણાટકના કોલારમાં ચૂંટણીસભા દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ બધા ચોરોનાં નામ મોદી-મોદી કેમ છે? નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી અને હજુ પણ શોધીશું તો ઘણા મોદી મળશે જે સંદર્ભે પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં અરજી કર્યા બાદ રાહુલ ગાંધી ને બે વર્ષ ની સજા સંભળાવવામાં આવ્યા બાદ કોંગ્રેસ હાઇકોર્ટેમાં ગયા બાદ સજા યથાવત રહ્યા બાદ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલ અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની આગેવાની હેઠળ ગાંધી આશ્રમ સામે આજ રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દેશમાં એક પ્રકારે પ્રજાના હિત માટેનું કાર્ય કરી રહ્યા છે ત્યારે બીજી તરફ મુઠ્ઠી ભર લોકો દેશને લૂંટી રહ્યા છે.રાહુલ ગાંધીએ ક્યારેય કોઈ જ્ઞાતિ ધર્મનું અપમાન કર્યું નથી એ હંમેશા બધાનું સન્માન કરે છે. રાહુલ ગાંધી સત્તા ભૂખ્યા નેતા નથી એ સેવાભાવી કાર્ય કરે છે. રાહુલ ગાંધીને જેલમાં પણ મોકલશો તો પણ સત્ય વાત કરતા જ રહેશે.
14 જેટલા ગુજરાતના યુવાનો બાઇક સાથે મનાલીથી લઈને ત્રિલોકનાથ સુધીના ટ્રેક માટે નીકળ્યા હતા. અતિચિંતાનો વિષય છે કે 9 જુલાઈથી આ મિત્રોનો છેલ્લો સંપર્ક થયો છે, પછી સંપર્ક થઈ શક્યો નથી.9 જુલાઈએ મનાલીથી ત્રિલોકનાથ સુધી ટ્રેક માટે બાઇક પર નીકળ્યા હતા, PMને ઇ-મેઇલ કરી તાત્કાલિક શોધખોળ કરવા રજૂઆત કરીહતી. મને તેમના પરિવારના સભ્યો તરફથી જાણ કરવામાં આવી છે. ત્યાં કેન્દ્ર સરકારની એનડીઆરએફની ટીમ કામ કરી રહી છે. એટલા માટે મેં વડાપ્રધાનને રજૂઆત કરતો એક ઇ-મેઇલ કર્યો છે. એનડીઆરએફને પણ રજૂઆત કરતો એક ઇ-મેઇલ કર્યો છે, પરંતુ હજી સુધી કોઈ સકારાત્મક પ્રતિભાવ અને જવાબ આવ્યો નથી એ મોટી ચિંતાનો વિષય છે.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ પક્ષ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.જો રાહુલને નિર્દોષ જાહેર કરાયા હોત તો રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો હોત.
સત્ય, અને દરેક ભારતીયના સાચા કલ્યાણ માટે અમારી પ્રતિબદ્ધતા, મોટેથી અને સ્પષ્ટ બોલે છે, પછી ભલેને ભાજપ નેતાઓ અમારી સામે ગમે તે રણનીતિ અપનાવે. ભારત આવી ફાસીવાદી શક્તિઓને વધુ સમય ચાલવા દેશે નહીં.સફળ ભારત જોડો યાત્રા પછી, રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અદાણી જૂથ વચ્ચેના અપવિત્ર સંબંધોને બહાર કાઢીને લોકસભામાં ઐતિહાસિક સંબોધન કર્યું. પરિણામે, ભાજપે તેને સંસદમાંથી ગેરલાયક ઠેરવવા માટે તેની ગંદી યુક્તિઓ ગોઠવી.રાહુલ ગાંધી શાસક શાસનનો સામનો કરવાના તેમના સંકલ્પમાં અડગ રહ્યા છે, અને ભારતના ગરીબો, ખેડૂતો, મજૂરો, યુવાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલી સમસ્યાઓ સાંભળે છે. સંસદની બહાર પણ તે લોકોનો અવાજ બની રહે છે, એવા નેતા કે જેના પર લોકો વિશ્વાસ કરી શકે. પરિણામે, માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ આખો દેશ તેની ખોટી અને બદલાની ગેરલાયકાતથી આક્રોશિત છે.
આજે ગાંધી આશ્રમ સામે રાહુલ ગાંધીના સમર્થન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખો ભરત સિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા , સિદ્ધાર્થ પટેલ સહિત શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,મોહનસિંહ રાજપૂત , ગ્યાસુદ્દીન શેખ , ઇમરાન ખેડવાલા સહીતના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.